ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
08 ફ્રેબ્રુઆરી 2021
ગત સપ્ટેમ્બર મહિનામાં ભારત દેશમાં દૈનિક 100000 કોરોના ના કેસ નોંધાઈ રહ્યા હતા. હવે આજે પરિસ્થિતિ એવી છે કે દૈનિક માત્ર દસ હજાર કેસ સામે આવી રહ્યા છે.
તો આખરે ભારત દેશમાં એવું શું થયું કે કોરોના હારી ગયો? એક તરફ અમેરિકા, બ્રિટન તેમજ વિશ્વના અન્ય દેશો કોરોના સામે હાંફી ગયા. જ્યારે કે ભારત સામે કોરોના હાંફી ગયો?
ભારતમાં ગત ૨૪ કલાકમાં માત્ર 84 લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત ચોંકાવનારી વિગત એવી છે કે ભારત દેશમાં કુલ એક્ટિવ કેસમાંથી 70 ટકા કેસ માત્ર બે રાજ્યમાં છે. આ રાજ્યના નામ છે મહારાષ્ટ્ર અને કેરળ. આ સિવાય ભારત દેશની અંદર 17 એવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ છે જેમાં ગત ૨૪ કલાકમાં એકેય મૃત્યુ થયા નથી.
એક તરફ ભારત દેશમાં અત્યારે વાતાવરણમાં વારંવાર પલટો આવી રહ્યો છે. બે દિવસ ગરમી હોય છે તો વચ્ચે ક્યારેક વરસાદના ઝાપટાં પણ પડે છે અને સવારે તેમજ સાંજના સમયે ખૂબ ઠંડી હોય છે.
આ પરિસ્થિતિમાં પણ કોરોના લોકોને પજવી શકતો નથી.
તો શું ભારતીયોની ઇમ્યુનીટી સિસ્ટમ મજબૂત થઈ ગઈ છે?
શું કોરોના ભારતમાં નબળો પડી ગયો છે?
ભારતમાં કોરોના ની રસી લોકોને આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ પરિસ્થિતિમાં કોરોના ઝડપી રીતે ફેલાય નહીં શકે.
જોકે વૈજ્ઞાનિકો હજી વિચારમાં પડી ગયા છે કે ભારતમાં પરિસ્થિતિ શા કારણથી સુધરી રહી છે.