Site icon

Keir Starmer: PM મોદીએ કીર સ્ટારમર સાથે વાત કરી અને બ્રિટનના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા

Keir Starmer: બંને નેતાઓએ ભારત-યુકે વચ્ચે વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીને ગાઢ બનાવવાની કટિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી. બંને પક્ષો પારસ્પરિક લાભદાયક એફટીએનાં વહેલાસર સમાપન માટે કામ કરશે. પ્રધાનમંત્રીએ સ્ટારમરને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું

The PM Narendra Modi spoke to Keir Starmer and congratulated him on his election as the Prime Minister of Britain

The PM Narendra Modi spoke to Keir Starmer and congratulated him on his election as the Prime Minister of Britain

 News Continuous Bureau | Mumbai

Keir Starmer: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે બ્રિટનના પ્રધાનમંત્રી આદરણીય કેર સ્ટારમર સાથે વાત કરી હતી.

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રીએ યુકેના પ્રધાનમંત્રી ( UK Prime Minister ) તરીકેનો હોદ્દો સંભાળવા બદલ અને ચૂંટણીમાં લેબર પાર્ટીને નોંધપાત્ર વિજય મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

બંને નેતાઓએ બંને દેશો વચ્ચેનાં ઐતિહાસિક સંબંધોને યાદ કર્યા હતાં તથા ભારત અને બ્રિટન ( Britain PM ) વચ્ચે વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધારે ગાઢ અને આગળ વધારવાની કટિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી. બંને નેતાઓ પારસ્પરિક લાભદાયક ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને વહેલાસર સંપન્ન કરવા કામ કરવા સંમત થયા હતા.

આ સમાચાર પણ વાંચો : RBI Penalty :આ ખાનગી બેંકને ફાટેલી નોટો ન બદલવી પડી મોંઘી, રિઝર્વ બેંક એ ફટકાર્યો મસમોટો દંડ.

યુકેના સામાજિક, આર્થિક અને રાજકીય વિકાસમાં ભારતીય સમુદાયના સકારાત્મક યોગદાનની પ્રશંસા કરીને, બંને પક્ષો લોકો વચ્ચેના બંધ સંબંધોને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખવા સંમત થયા હતા.

પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનમંત્રી સ્ટારમેરને વહેલામાં વહેલી તકે ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.

બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

IRCTC Name Change: કન્ફર્મ ટિકિટમાં નામ બદલવું છે? IRCTC પર બુકિંગ કરાવ્યા બાદ પણ આ સરળ રીતે બદલી શકાશે મુસાફરનું નામ!
Faridabad Terror Plot: મોટો ખુલાસો! ૩૬૦ કિલો RDX મામલામાં નવો વળાંક, આતંકીના તાર ‘મહિલા ડૉક્ટર’ સાથે જોડાયેલા!
Ricin Poison: દહેશત! ગુજરાતમાં ISIS આતંકીઓ પાસેથી ‘બાયો-કેમિકલ હથિયાર’ રિસિન જપ્ત, જાણો તે કેટલું છે ખતરનાક
Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Exit mobile version