News Continuous Bureau | Mumbai
Rashtriya Vigyan Puraskar 2024: ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ( Droupadi Murmu ) રાષ્ટ્રપતિ ભવન, ગણતંત્ર મંડપ ખાતે આયોજિત એક એવોર્ડ સમારંભમાં રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર-2024 અર્પણ કર્યા.
રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કારની પ્રથમ આવૃત્તિમાં, વિજ્ઞાન રત્ન, વિજ્ઞાન શ્રી, વિજ્ઞાન યુવા અને વિજ્ઞાન ટીમ – ચાર શ્રેણીઓમાં પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકોને ( scientists ) 33 પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.
President Droupadi Murmu presents Vigyan Yuva- Shanti Swarup Bhatnagar Awards to:
· Prof. Jitendra Kumar Sahu in Medicine
· Dr Pragya Dhruv Yadav in Medicine
· Prof. Urbasi Sinha in Physics
· Dr Digendranath Swain in Space Science and Technology pic.twitter.com/EtTChIAUhG— President of India (@rashtrapatibhvn) August 22, 2024
વિજ્ઞાન અને ટેકનોલોજીના ( Science and Technology ) કોઈપણ ક્ષેત્રમાં આજીવન યોગદાન આપનાર વૈજ્ઞાનિકોને આપવામાં આવતો વિજ્ઞાન રત્ન એવોર્ડ ભારતમાં મોલેક્યુલર બાયોલોજી અને બાયોટેકનોલોજી સંશોધનના પ્રણેતા પ્રો. ગોવિંદરાજન પદ્મનાભનને ( Prof. Govindarajan Padmanaban ) અર્પણ કરવામાં આવ્યો હતો. વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં વિશિષ્ટ યોગદાન આપનાર વૈજ્ઞાનિકોને આપવામાં આવેલ વિજ્ઞાન શ્રી પુરસ્કારો, 13 વૈજ્ઞાનિકોને તેમના સંબંધિત ક્ષેત્રોમાં તેમના પાથબ્રેકિંગ સંશોધન માટે આપવામાં આવ્યા હતા. વિજ્ઞાન અને ટેક્નોલોજીના કોઈપણ ક્ષેત્રમાં અસાધારણ યોગદાન આપનાર વૈજ્ઞાનિકોને માન્યતા આપવા માટે આપવામાં આવેલ વિજ્ઞાન યુવા-એસએસબી પુરસ્કાર, હિંદ મહાસાગરની ઉષ્ણતા અને તેના પરિણામો, સ્વદેશી 5G બેઝ સ્ટેશનના વિકાસ અને ક્વોન્ટમ મિકેનિક્સના સંચાર અને ચોકસાઇ પરીક્ષણો પરના અભ્યાસથી ફેલાયેલા ક્ષેત્રોમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે 18 વૈજ્ઞાનિકોને આપવામાં આવ્યો હતો. વિજ્ઞાન અને ટેક્નોલોજીના કોઈપણ ક્ષેત્રમાં અભૂતપૂર્વ સંશોધન યોગદાન આપવા માટે 3 કે તેથી વધુ વૈજ્ઞાનિકોની ટીમને આપવામાં આવેલો વિજ્ઞાન ટીમ પુરસ્કાર, ચંદ્રયાન-3ની ટીમને ( Chandrayaan-3 ) ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક ચંદ્રયાન-3 લેન્ડરના સફળ લેન્ડિંગ માટે આપવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચોઃ West Bengal OBC List: પશ્ચિમ બંગાળમાં ઓબીસી લીસ્ટમાં 77 જાતિઓમાં 75 જાતીઓ મુસ્લિમ સમુદાયની
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)