News Continuous Bureau | Mumbai
Ram Mandir: રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ( Ayodhya ) યોજાઈ રહ્યું છે. તેથી હાલ આ મહોત્સવને ભવ્ય બનાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન, રામમંદિર આંદોલનના ઈતિહાસ અને તે સમયગાળા દરમિયાનની સમકાલીન ઘટનાઓને લઈને ફરી એકવાર ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. પુરાત્વએ સર્વેક્ષણ વિભાગના ( Survey Department ) ASIના પૂર્વ પ્રાદેશિક નિર્દેશક કેકે મુહમ્મદે ( KK Muhammed ) રામ મંદિર વિશે જણાવતા પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે કે રામ મંદિર જે હાલ સ્થિત છે તેના કરતા અનેક ગણું મોટું હોત.. જો મુઘલોએ તેને તોડી પાડ્યુ ન હોત તો..
નોંધનીય છે કે, રામ મંદિર અને બાબરી મસ્જિદ ( Babri Masjid ) વિવાદ દરમિયાન તત્કાલીન આ વિવાદિત સંકુલમાં પુરાતત્વ સર્વેક્ષણ ( ASI ) દ્વારા ઘણી વખત ખોદકામ કરવામાં આવ્યું હતું. પુરાતત્વ સર્વેક્ષણ વિભાગને ખોદકામ દરમિયાન ઘણું બધું મળી આવ્યું હતું. પુરાતત્વ સર્વેક્ષણ (ASI) કેકે મોહમ્મદે તેમના એક જૂના વીડિયોમાં જણાવ્યું હતું કે તેઓ 1976-77માં પહેલીવાર ખોદકામ માટે અયોધ્યા ગયા હતા. આ પછી, અલ્હાબાદ હાઈકોર્ટના ( Allahabad High Court ) આદેશ પર, વર્ષ 2003માં ત્યાં (રામ મંદિર અને બાબરી મસ્જિદનો વિવાદિત પરિસર) ખોદકામ કરવામાં આવ્યું હતું.
શું હતો આ મામલો..
પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ કહ્યું હતું કે, “હું મારી ટીમ સાથે વર્ષ 1976-77માં તે પરિસરમાં ગયો કે તરત જ મેં જોયું કે મસ્જિદના તમામ સ્તંભો મંદિરના હતા. તે સ્તંભો લગભગ 11મી-12મી સદીના હતા. આ સ્તંભોનો ઉપયોગ મસ્જિદ માટે થતો હતો. આ ખોદકામ દરમિયાન 12 થાંભલાઓ મળી આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : NCP MLA Disqualification: ઉદ્વવ બાદ હવે શરદ પવારનો વારો.. NCP ના ધારાસભ્યોને ગેરલાય ઠેરવવાના મામલે હવે આ તારીખથી શરુ થઈ શકે છે સુનવણી: અહેવાલ..
એક અહેવાલ અનુસાર, પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે દાવો કર્યો હતો કે 2003માં ખોદકામ દરમિયાન શિલાલેખ પણ મળી આવ્યા હતા. આ શિલાલેખો લગભગ 11મી-12મી સદીના હતા. તેમણે વધુમાં દાવો કર્યો કે ખોદકામ દરમિયાન મળેલા એક શિલાલેખમાં લખ્યું હતું કે, “આ મંદિર વિષ્ણુને સમર્પિત છે, જેમણે 10 માથાવાળાને માર્યો છે.”
અહેવાલમાં વધુમાં જણાવતા, પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે એવો પણ દાવો કર્યો હતો કે વિવાદિત માળખાની જગ્યાએ પહેલા એક મોટું મંદિર હતું. અયોધ્યામાં ખોદકામ દરમિયાન દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી ન હતી, પરંતુ આઠ શુભ પ્રતીકો મળી આવ્યા હતા, જે માત્ર મંદિરોમાં જ જોવા મળે છે. તેમણે પોતાના આ અહેવાલમાં કહ્યું હતું કે સ્તંભો પર મળેલી કોતરણીનો ઈસ્લામિક શૈલી સાથે કોઈ સંબંધ નથી.