News Continuous Bureau | Mumbai
યુરોપ(Europe) માટે ઘઉંની બાસ્કેટ કહેવાતા યુક્રેન પર રશિયા(Ukraine russia attack)એ કરેલા હુમલાની સૌથી ખરાબ અસર સમગ્ર દુનિયા પર દેખાવાની છે. સંયુક્ત રાષ્ટ્ર(United nation)એ કહ્યું છે કે, સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે વિશ્વ પાસે માત્ર 10 અઠવાડિયા એટલે કે ઘઉં(Wheat) ના 70 દિવસ બાકી છે. તે 2008 પછીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે. યુનાઈટેડ નેશન્સે કહ્યું કે વિશ્વમાં આવી ખાદ્ય કટોકટી 'એક પેઢીમાં એકવાર' થાય છે. દરમિયાન, હવે વિશ્વની નજર જાપાન(Japan)માં યોજાનારી ક્વોડ(QUAD summit) દેશોની બેઠક પર ટકેલી છે જ્યાં ઘઉંના સંકટ(Wheat shortage)નો મુદ્દો ચર્ચાઈ શકે છે.
ભારતના ઘઉંની નિકાસ પર પ્રતિબંધના કારણે અમેરિકા(US) સહિતના યુરોપિયન દેશો(European countries) ટેન્શનમાં આવી ગયા છે. અમેરિકા અને યુરોપિયન દેશોના તણાવનું પણ એક કારણ છે. સામાન્ય સંજોગોમાં દુનિયામાં 25 ટકા ઘઉં યુક્રેન અને રશિયા(Russia-Ukraine) પૂરા પાડે છે અને પશ્ચિમના દેશોને ડર છે કે, પુતિન(President of Russia Vladimir Putin) ઘઉંને હથિયાર તરીકે ઉપયોગમાં લેશે. રશિયામાં આ વખતે ઘઉં નું મબલખ ઉત્પાદન થયું છે અને પુતિન તેની નિર્યાત પર નિયંત્રણો(Restriction) લાગુ કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ કેસની સુનાવણી ખતમ, જિલ્લા કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો; આવતીકાલે આટલા વાગ્યે સંભળાવશે..
બીજી તરફ ખરાબ હવામાનના કારણે અમેરિકા અને યુરોપમાં ઘઉંના પાકને નુકસાન થયું છે. આ દેશોને એવો પણ ડર છે કે, પુતિન યુક્રેન(Ukraine)માં કૃષિ ઉપકરણો નષ્ટ કરીને ત્યાંના ઘઉં સગેવગે પણ કરી રહ્યા છે. જેનાથી દુનિયાની ઘઉંની સપ્લાય(Wheat supply chain) ચેન ખોરવાઈ શકે છે.
દરમિયાન, ભારતના ઘઉંની નિકાસ(India wheat supply ban) પર પ્રતિબંધના કારણે પશ્ચિમી દેશો તણાવમાં આવી ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ(US president) જાપાનમાં ક્વાડની બેઠક(QUAD summit)માં પીએમ મોદી(PM Modi) સાથે ઘઉંની નિકાસનો મુદ્દો ઉઠાવી શકે છે. અમેરિકાએ કહ્યું છે કે ક્વાડ બેઠકમાં ઘઉંના સંકટ પર ચર્ચા કરવામાં આવશે. બાયડેન પીએમ મોદીને ઘઉંની નિકાસ(Wheat supply) પરનો પ્રતિબંધ હટાવવાની અપીલ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ વર્ષ 2008માં આવું થયું હતું, જ્યારે દુનિયા(World) પાસે ઘઉંનો સ્ટોક સૌથી નીચલા સ્તર પર પહોંચી ગયો હતો, પણ તે સમયે વાત યુદ્ધ(War)ની નહોતી અને દુનિયામાં ભાગલા નહોતા પડ્યા. પણ હાલમાં સ્થિતિ અલગ થઈ ચુકી છે અને અમેરિકા તેના માટે રશિયાને જવાબદાર ઠેરવી રહ્યું છે