ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
15 જાન્યુઆરી 2021
આખરે જેની બહુ રાહ જોવાતી હતી તે કોરોના વાયરસ સામેની લડતમાં ઉપયોગી રસી આવી ગઈ છે. કોરોના રસીકરણ ડ્રાઇવ 16 જાન્યુઆરીથી સમગ્ર દેશમાં શરૂ થઈ રહ્યું છે. આ રસીકરણ અભિયાન પહેલાં આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે બંને રસી (કોવિશિલ્ડ અને કોવેક્સિન) માટે રાજ્યોને દિશાનિર્દેશો મોકલ્યા છે-
# આ છે કેન્દ્ર દ્વારા મોકલેલા નિર્દેશ #
– રસીકરણની મંજૂરી માત્ર 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને જ અપાશે…
– જે મહિલાઓ ગર્ભવતી છે, બાળકને સ્તનપાન કરાવનાર મહિલાઓને આ રસી લગાવવામાં નહીં આવે…
– કોવિડ-19 રસીના પાછલા ડોઝના લીધે ઓનફ્લેક્ટિક કે એલર્જી રિએકશન…
– વેક્સીન કે ઇંજેક્ટેબલ થેરેપી, ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ, ખાદ્ય-પદાર્થ વગેરેથી તરત કે મોડું થવાથી શરૂ થનાર એનાફિલેક્સિસ કે એલર્જી રિએકશન…
# કેટલાક કેસોમાં અસ્થાયી પ્રતિબંધની સલાહ આપવામાં આવી છે. આ સ્થિતિમાં રિકવરી બાદ 4-8 સપ્તાહ માટે કોવિડ વેક્સીનેશન સ્થગિત કરવું જોઇએ…
– SARS-COV-2 સંક્રમણના એક્ટિવ લક્ષણવાળા વ્યક્તિ હોય…
– SARS-CoV-2ના દર્દી જેમને SARS-CoV-2 મોનોક્લોનલ એન્ટીબોડી કે પ્લાઝમા આપ્યા હોય…
– કોઇપણ બીમારીના લીધે અસ્વસ્થ અને હોસ્પિટલમાં દાખલ દર્દી…
– વેક્સીનને બ્લીડિંગ કે કોલુગેશન ડિસઓર્ડર (જેમકે ક્લોટિંગ ફેકટર ડિફિસિઅન્સી, કોગુલોપેથી કે પ્લેટલેટ ડિસોર્ડર)ના ઇતિહાસવાળા વ્યક્તિમાં સાવધાનીની સાથે લગાવવી જોઇએ…
– જ્યારે જૂની બીમારીઓ અને મોર્બિડિટીઝ (કાર્ડિઆક, ન્યૂરોલોજિકલ, પ્લમોનરી, મેટાબોલિક, માલિગનેંસીજ)…
– ઇમ્યૂનો-ડિફિસિઅંસી, એચઆઇવી, કોઇપણ સ્થિતિના લીધે ઇમ્યુન-સપ્રેશનના દર્દીઓ ને કોવિડની રસી આપવાની મનાઈ ફરમાવી છે.
