ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ ઇન્દુ જૈનનું કોવિડ-19 સંબંધિત જટિલતાઓને કારણે નિધન થયું છે.
કંપનીનાં સૂત્રોના જણાવ્યાનુસાર તેમણે દિલ્હી ખાતે અંતિમ શ્વાસ લીધા હતા.
ઇન્દુ જૈનના નિધન પર રાજનેતાઓ, ઉદ્યોગ-જગતના લોકો અને આધ્યાત્મિક ગુરુઓ, મિત્રો અને પ્રશંસકોએ દુઃખ વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
ઉલ્લેખનીય છે કે જૈને કલ્યાણકારી ગતિવિધિઓ માટે 2000માં ટાઇમ્સ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. 1999થી તેઓ ભારતીય જ્ઞાનપીઠ ટ્રસ્ટના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેમને 2016માં દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
આજે એકવાર ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ, જાણો તમારા શહેરનાં ભાવ..