News Continuous Bureau | Mumbai
TRAI : સ્પામ કોલની વધતી સંખ્યાને અંકુશમાં લેવા માટેના એક મોટા કદમ અંતર્ગત, ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ (ટ્રાઈ)એ તમામ એક્સેસ સર્વિસ પ્રોવાઈડર્સને ટેલિકોમ કોમર્શિયલ કોમ્યુનિકેશન્સ કસ્ટમર પ્રેફરન્સ રેગ્યુલેશન, 2018 (TCCCPR-2018) હેઠળ SIP/PRI અથવા અન્ય દૂરસંચાર સંસાધનોનો ઉપયોગ કરનારા તમામ અનરજિસ્ટર્ડ સેન્ડર્સ કે ટેલીમાર્કેટર્સ ( Unregistered Telemarketers ) (યુટીએમ)થી આવનારા વોઈસ પ્રમોશનલ કોલ (પછી ભલે તે અગાઉથી રેકોર્ડેડ હોય કે કમ્પ્યુટર જનિત હોય કે અન્ય પ્રકારે હોય)ને રોકવાનો નિર્દેશ આપ્યો છે.
TRAI : એક્સેસ સર્વિસ પ્રોવાઇડર્સને જારી કરાયેલા નિર્દેશો નીચે મુજબ છેઃ
ટેલિકોમ રિસોર્સીસ (એસઆઈપી/પીઆરઆઈ/અન્ય ટેલિકોમ સંસાધનો)નો ઉપયોગ કરીને નોંધણી ન કરાયેલા સેન્ડર્સ/અનરજિસ્ટર્ડ ટેલિમાર્કેટર (યુટીએમ)ના તમામ પ્રમોશનલ વોઇસ કોલ ( Spam Calls ) તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવે.
જો કોઈ પણ નોંધાયેલ સેન્ડર/અનરજિસ્ટર્ડ ટેલિમાર્કેટર (યુટીએમ) તેના ટેલિકોમ રિસોર્સિસ ( Telecom Resources ) (એસઆઈપી/પીઆરઆઈ/અન્ય ટેલિકોમ રિસોર્સિસ)નો દુરુપયોગ કરતું હોવાનું જણાય તો તે નિયમનોનું ઉલ્લંઘન કરીને કોમર્શિયલ વોઇસ કોલ કરવા બદલ ગ્રાહક ફરિયાદ કરે છે, જેના પરિણામે મોકલનારને ફાળવવામાં આવેલા કોઈ પણ એક અથવા વધુ સંખ્યામાં સ્ત્રોત સૂચકાંકો સામે ગ્રાહકની ફરિયાદ થાય છે –
આવા મોકલનારના તમામ ટેલિકોમ સંસાધનોને ઓરિજિનિએટિંગ એક્સેસ પ્રોવાઇડર (ઓએપી) દ્વારા નિયમોના નિયમન 25ની જોગવાઈઓ અનુસાર બે વર્ષ સુધીના ગાળા માટે ડિસ્કનેક્ટ કરવામાં આવે.
આવા મોકલનારને ઓએપી દ્વારા નિયમોની જોગવાઈઓ અનુસાર બે વર્ષ સુધીના સમયગાળા માટે બ્લેકલિસ્ટ કરવામાં આવે.
આ સમાચાર પણ વાંચો: Postal Department : રક્ષાબંધનમાં રાખડી/ભેટોની ટપાલના ધસારાને પહોંચી વળવા ટપાલ વિભાગોએ કરી આ ખાસ વ્યવસ્થાઓ..
મોકલનારને બ્લેકલિસ્ટ કરવા સાથે સંબંધિત માહિતી ઓએપી દ્વારા ડીએલટી પ્લેટફોર્મ પરના અન્ય તમામ એક્સેસ પ્રોવાઇડર્સ સાથે 24 કલાકની અંદર શેર કરવામાં આવશે, જે આગામી 24 કલાકની અંદર તે મોકલનારને તેમના દ્વારા આપવામાં આવેલા તમામ ટેલિકોમ સંસાધનોને ડિસ્કનેક્ટ કરી દેવા.
નિયમનોમાં જોગવાઈ કરવામાં આવી છે તે મુજબ બ્લેકલિસ્ટિંગના સમયગાળા દરમિયાન કોઈ પણ એક્સેસ પ્રોવાઈડર દ્વારા આવા મોકલનારને કોઈ નવા ટેલિકોમ સંસાધનોની ફાળવણી કરવામાં આવશે નહીં.
તમામ અનરજિસ્ટર્ડ સેન્ડર્સ/અનરજિસ્ટર્ડ ટેલિમાર્કેટર્સ (યુટીએમ) જે નાગરિકને કોમર્શિયલ વોઇસ કોલ ( Commercial voice calls ) કરવા માટે એસઆઇપી/પીઆરઆઈ/અન્ય ટેલિકોમ સંસાધનોનો ઉપયોગ કરે છે, તેમને આ સૂચના ઇશ્યૂ થયાના એક મહિનાની અંદર ડીએલટી પ્લેટફોર્મ પર સ્થાનાંતરિત કરવામાં આવશે અને ત્યારબાદ સાત દિવસની અંદર અનુપાલન અહેવાલ સુપરત કરવામાં આવે;
તમામ એક્સેસ પ્રોવાઇડર્સને આ નિર્દેશોનું પાલન કરવા અને દર મહિનાની 1લી અને 16 તારીખે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીઓ વિશે નિયમિત અપડેટ્સ સુપરત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ટ્રાઇની આ નિર્ણાયક કાર્યવાહીથી સ્પામ કોલ્સમાં નોંધપાત્ર ઘટાડો થવાની અને ગ્રાહકોને રાહત મળવાની અપેક્ષા છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
આ સમાચાર પણ વાંચો: Festive Special Train: મુસાફરો માટે ગુડ ન્યૂઝ!! પશ્ચિમ રેલવે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે દોડાવશે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન, આ સ્ટેશનો પર રહેશે ઉભી