Site icon

ડોનાલ્ડ ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વ્હાઇટ હાઉસની બહાર ફાયરિંગ, ટ્રમ્પ સહી સલામત..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

11 ઓગસ્ટ 2020 

 વ્હાઇટ હાઉસની બહાર સશસ્ત્ર શંકાસ્પદ ગોળીબાર થતા સિક્રેટ સર્વિસ એજન્ટ દ્વારા પ્રેસ બ્રીફિંગમાંથી ડોનાલ્ડ ટ્રમ્પને અચાનક બહાર ખેંચીને લઈ જવામાં આવ્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કોન્ફરન્સ દરમિયાન અફરાતફરી મચી ગઇ. જ્યારે એક  બંદૂકધારી શખ્સે દોડતા દોડતા આવીને વ્હાઇટ હાઉસની બહાર ગોળીબાર કર્યો હતો. સમય સૂચકતા વાપરીને સિક્રેટ સર્વિસ ના અધિકારીઓ ટ્રમ્પને તરત જ પોતાની સાથે સ્ટેજ પરથી લઇ ગયા હતા. 

સૂત્રોના જણાવ્યા મુજબ વ્હાઇટ હાઉસની બહાર ફાયરિંગ કરનાર શખ્સને કાબૂમાં લેવા માટે સિક્રેટ સર્વિસના અધિકારીઓએ આરોપીને ગોળી મારવી પડી હતી. ત્યારબાદ ઘાયલ આરોપીને હોસ્પિટલ લઇ જવાયો હતો. પરંતુ, ત્યાં તેનું મોત થયું હતું. 

એક ટ્વિટ દ્વારા ઓફિસે જણાવ્યું કે 17મી સ્ટ્રીટ અને પેન્સિલવેનિયા એવનયુ ના શૂટિંગમાં પણ આ શખ્સ સામેલ રહ્યો હતો. જોકે આ ગોળીબાર કેમ કરવામાં આવ્યો તે જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સુરક્ષા અધિકારીઓ શંકાસ્પદ હુમલાનો હેતુ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે.

 ગોળીબારની ઘટના દરમિયાન પત્રકાર પરિષદ થોડીવાર માટે સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ પત્રકારોને અમેરિકી પ્રમુખે જણાવ્યું કે, "કોરોનાના સંકટ ને લઈને અમે લગભગ 65 મિલિયન લોકોનું પરીક્ષણ કર્યું છે. આટલી બધી વ્યક્તિનું પરીક્ષણ હજી સુધી દુનિયાના કોઈ દેશએ કર્યું નથી. ભારત 11 મિલિયન સાથે બીજા નંબર પર છે. આશા રાખું છું કે વર્ષના અંત સુધીમાં આપણી પાસે ચોક્કસ કોરોનાની રસી આવી ગઈ હશે."

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ..

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

BSNL 4G launch: વડાપ્રધાનશ્રીએ નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં ગુજરાત સહિત દેશવાસીઓને સ્વદેશી 4G નેટવર્કની ભેટ આપી – મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ
African Swine Fever: કેરળના ત્રિશૂર જિલ્લામાં આફ્રિકન સ્વાઇન ફિવરની પુષ્ટિ; અગાઉ અરુણાચલ પ્રદેશમાં પણ પ્રકોપ, જાણો આ રોગ કેટલો જોખમી છે
Cheapest AIDS drug: ભારતે બનાવ્યું એઇડ્સ પરનું સૌથી સસ્તું ઔષધ; અગાઉ સારવારનો ખર્ચ ૩૫ લાખ થતો, હવે માત્ર આટલા જ રૂપિયા માં થશે ઉપલબ્ધ
Sonam Wangchuk Arrest: ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની ધરપકડ, રાજસ્થાન ની આ જેલમાં કરાયા શિફ્ટ
Exit mobile version