ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
4 જુન 2020
અમેરિકાના વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસની સામે આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ તોફની દ્વારા કરવામાં આવ્યો છે.
અમેરિકાએ આ અંગે માફી માંગી છે. ભારતમાં યુએસ એમ્બેસેડરએ ટ્વીટ કરીને દુ: ખ વ્યક્ત કર્યું છે. તેમને કહ્યું કે " રંગભેદ સામે ચાલી રહેલા વિરોધ દરમિયાન કેટલાક વિરોધીઓએ પૂતળાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો,ત્યારબાદ દૂતાવાસે વહીવટનો સંપર્ક સાધ્યો અને હવે મહાત્મા ગાંધીની પ્રતિમા સંપૂર્ણ સલામત છે.
પોલીસે સિસિટીવી ના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે.
એ વાત જાણીતી છે કે આફ્રિકાના મૂળ નાગરિક જ્યોર્જ ફ્લોઇડના મૃત્યુ પછી અમેરિકામાં વિરોધ શરૂ થયો હતો. અમેરિકાના ઘણા ભાગોમાં લોકો જાતિવાદ સામે સતત દેખાવો કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે જ્યારે નરેન્દ્ર મોદી પ્રથમ વાર વડા પ્રધાન બન્યા બાદ અમેરિકા ગયા હતાં ત્યારે સૌથી પહેલાં, અહીં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી..