ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 13 ડિસેમ્બર 2021
સોમવાર.
તામિલનાડુના કુન્નુરનાં જંગલોમાં ૮ ડિસેમ્બરને બુધવારે બપોરે ૧૨ઃ૧૫ વાગ્યે સેનાનું સ્ૈં-૧૭ફ૫ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટરમાં ૧૪ લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, તેમનાં પત્ની સહિત ૧૩ લોકોનાં મોત થયાં છે. આ દુર્ઘટનામાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ એકમાત્ર જીવિત છે, આ હેલિકોપ્ટર સુલુર એરબેઝથી વેલિંગ્ટન જઈ રહ્યું હતું સવારે ૧૧.૪૮ વાગ્યે હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી. બપોરે ૧૨.૦૮ વાગ્યે હેલિકોપ્ટરનો નીલગિરીના પહાડો ઉપર વાયુસેના સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યાર બાદ તે કુન્નુરનાં જંગલોમાં ક્રેશ થઈ ગયું હતું.દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર તૂટી પડ્યું એ એક દુર્ઘટના છે કે કોઈ ષડયંત્ર એ ચર્ચાનો મુદ્દો છે. ચીનના કટ્ટર દુશ્મન ગણાતા તાઈવાનમાં મિલિટરી ચીફનું હેલિકોપ્ટર પણ વર્ષ ૨૦૨૦માં તૂટી પડતાં બિપિન રાવતની જેમ મૃત્યું થયું હતું. કેટલાક નિષ્ણાતો અને સોશિયલ મીડિયા યુઝર્સ આ અત્યંત દુઃખદાયક ઘટનાની તાઈવાનના ચીનવિરોધી લશ્કરી વડાના અકસ્માત સાથે તુલના કરી રહ્યા છે. તાઈવાનના મિલિટરી જનરલ શેન યી મિંગ સતત ચીનવિરોધી કડક વલણ અપનાવી રહ્યા હતા. જ્યારે ઝ્રડ્ઢજી રાવત પણ ચીનની દુખતી નસ સતત દબાવી રહ્યા હતા. તાજેતરમાં જ તેમણે ચીન અંગે બાયોલોજિકલ વોર અંગે વાત કહી હતી. અગાઉ પણ તેમણે સરહદ પર પ્રવર્તી રહેલી તંગદિલીને ધ્યાનમાં રાખી ચીન અંગે કડક વલણ અપનાવ્યું હતું. ભૂતકાળની ઘટના તથા તાજેતરના ઘટનાક્રમોને ધ્યાનમાં રાખી ચીનને શંકાથી જાેવામાં આવતું હતું. જે રીતે ૬૩ વર્ષીય જનરલ રાવતનું મૃત્યુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં થયું હતું લગભગ એવી જ રીતે ૬૨ વર્ષીય તાઈવાન આર્મીના ચીફ મિંગનું જાન્યુઆરી,૨૦૨૦માં હેલિકોપ્ટર તૂટી પડવાથી મૃત્યુ થયું હતું. તેમની સાથે અન્ય ૮ વરિષ્ઠ અધિકારીનાં પણ મૃત્યુ થયેલાં. જનરલ શેન યી મિંગ અને અન્ય સ્ટાફ ખૂબ જ સુરક્ષિત અને સૌથી શક્તિશાળી ગણાતા અમેરિકાના બ્લેક હોક હેલિકોપ્ટરમાં પ્રવાસ ખેડી રહ્યા હતા. આ હેલિકોપ્ટર ઉડાન ભર્યાના ૧૩ મિનિટમાં જ રડાર પરથી ગુમ થઈ ગયું હતું. રાજધાની તાઈપેઈ નજીકના પહાડી વિસ્તારમાં આ હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું. તાઈવાનના એરબેઝથી સવારે ૮.૦૭ વાગે ઉડાન ભર્યાના ૧૩ મિનિટ બાદ હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું. પહેલાં એવી માહિતી મળી હતી કે ઘટનાસ્થળે પહોંચેલી બચાવ ટીમને જનરલ મિંગ જીવિત મળ્યા હતા, પણ બાદમાં જાણવા મળ્યું કે આ ગેરમાર્ગે દોરતી માહિતી હતી. તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. જનરલ મિંગ વર્ષ ૨૦૦૨માં ેંજી એર વોર કોલેજથી પાસ આઉટ થયા હતા. ભારતીય જનરલ બિપિન રાવતની માફક તાઉવાન શેન યી-મિંગ ખૂબ અનુભવી સૈન્ય અધિકારી હતા અને અકસ્માતની ઘટના સમયે હેલિકોપ્ટરના ટુકડામાં ગંભીર સ્થિતિમાં ફસાઈ ગયા હતા. જાન્યુઆરી,૨૦૨૦માં આ ઘટના બની એ સમયે દેશમાં રાષ્ટ્રપતિપદ માટે ચૂંટણી યોજાવાની હતી અને દેશમાં મતદાન ચાલી રહ્યું હતું.