ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૧ મે 2021
શનિવાર
મધ્યપ્રદેશના નરસિંહપુર માં એક વિચિત્ર બનાવ બન્યો છે. અહીં રસ્તાના કિનારે એક ટ્રક લાવારીસ હાલતમાં મળી હતી. ઘણા કલાકો સુધી ઉભા રહ્યા બાદ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ત્યારે તપાસ કરતાં ખબર પડી કે ટ્રકની અંદર કોરોના ની વેક્સિન છે. આ ટ્રકમાં કુલ અઢી લાખ કોરોના વેક્સિન ના ડોઝ મોજુદ છે જેની બજારકિંમત આઠ કરોડ રૂપિયા થાય છે.
પોલીસે ટ્રકના ડ્રાઈવર અને કંડક્ટર ની શોધવાની ખૂબ કોશિશ કરી પરંતુ બેમાંથી કોઈ પણ વ્યક્તિ મળ્યા નથી. બીજી તરફ જ્યારે તેના ડ્રાઈવર નો નંબર કોઈ જગ્યાએથી ઉપલબ્ધ થયો ત્યારે તે મોબાઈલ ફોન ટ્રક થી દુર ઝાડીમાં લાવારીસ મળ્યો.
વધુ એક ચોંકાવનારી બાબત એ છે કે ડ્રાઇવર અને કંડકટર ગાયબ થતાં પહેલા ટ્રકનું એર કન્ડિશન ચાલુ રાખીને ગયા જે ને કારણે ટ્રકમાં રહેલી વેક્સિન ખરાબ નથી થઈ.
ટ્રકની અંદર મોજુદ કોરોના વેક્સિન કોની હતી? અહીં કેમ છે? ક્યાં જતી હતી? તેની સવિસ્તર તપાસ ચાલુ છે.