ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૧ મે 2021
શનિવાર
શું તમને ખબર છે મુંબઈમાં કયા બોર્ડની પરિસ્થિતિ સૌથી વધારે ખરાબ છે? એ વોર્ડ નું નામ છે બોરીવલી નો વોર્ડ. અહીં આખા મુંબઈમાં સૌથી વધુ કોરોનાના એક્ટિવ કેસ છે. 29 એપ્રિલે જાહેર થયેલા આંકડા મુજબ બોરીવલીમાં 5224 પોઝિટિવ કેસ છે. જો આ પરિસ્થિતિ ચાલુ રહી તો માત્ર એટલો તે દિવસની અંદર બોરીવલીમાં કોરોના ના કેસ હશે. અત્યારે બોરીવલીમાં કુલ ૧૪૧ માળ સીલ કરવામાં આવ્યા છે. જ્યારે કે પાલિકાના રેકોર્ડ મુજબ એકેય ઝુંપડપટ્ટી ના વિસ્તાર કે બિલ્ડિંગ ને સીલ કરવામાં આવ્યા નથી. આનો અર્થ એ થાય છે કે બોરીવલીમાં કોરોના ના છુટા છવાયા કેસ નોંધાઈ રહ્યા છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ઊંચી ઈમારતોમાં ઘૂસી ગયેલો કોરોના બહાર નીકળવાનું નામ નથી લઇ રહ્યો. આથી બોરીવલી વાસીઓએ સંભાળવું પડશે.
મુંબઈ શહેરમાં દૈનિક કોરોના કેસ ઘટયા, પણ મૃત્યુઆંક વધ્યો. જાણો આજના નવા આંકડા