News Continuous Bureau | Mumbai
આધાર કાર્ડ (Aadhar card) સાથે તમામ બાળકો અને વૃદ્ધો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. હવે મોટેભાગે તમામ કામો માટે આધાર કાર્ડ જરૂરી દસ્તાવેજ બની ગયું છે. આ સમયે બેંક, સ્કૂલ, હેલ્થ ઈન્શ્યોરન્સથી લઈને ઘર સુધીના તમામ કામ માટે આધાર નંબરનો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં તેનાથી સંબંધિત તમામ અપડેટ્સ તમારે જાણવા જરૂરી છે. તો તમે જાણી લો કે આધારને લઈને UIDAI દ્વારા શું અપડેટ આપવામાં આવ્યું છે
નહીં થઇ શકે કોઈ પણ ફેરફાર
અમે તમને જણાવી દઈએ કે હવે બાળકો માટે પણ આધાર એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે, તેથી તમારે જાણવું જોઈએ કે હવે તમે તમારા બાળકના આધાર નંબરમાં કોઈપણ પ્રકારનો ફેરફાર નહીં કરી શકો.
આ સમાચાર પણ વાંચો: 2 વર્ષના બાળકને ફ્લેટમાં એકલા મૂકીને માતા-પિતા રજા પર ગયા, હવે ધરપકડ થઈ…
UIDAI ટ્વીટ કર્યું
કૃપા કરીને ધ્યાન આપો કે બાયોમેટ્રિક્સ અપડેટ કર્યા પછી તમારા બાળકના આધાર નંબરમાં કોઈ ફેરફાર થશે નહીં, એવું UIDAIએ તેના સત્તાવાર ટ્વિટમાં લખ્યું છે. તેથી, તમે બાયોમેટ્રિક્સ અપડેટ કરતા પહેલા કોઈપણ પ્રકારનો ફેરફાર પહેલા જ કરાવી લો.
https://witter.com/UIDAI/status/1594533883998982144?s=20&t=5tSMtCPGOvxbe3TQOUBdCQ
ચેક કરો ઓફિશિયલ લિંક
જો તમે તમારી નજીકના આધાર કેન્દ્રો તપાસવા માંગતા હો, તો તમે સત્તાવાર લિંક https://bhuvan.nrsc.gov.in/aadhaar/ પર વિઝીટ કરી શકો છો.
આ નંબર પર કરી શકો છો ફરિયાદ
આ સિવાય જો તમારી પાસે આધાર સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો UIDAI એક નંબર આપ્યો છે. UIDAI હેલ્પલાઇન નંબર 1947 છે. તમે સોમવારથી શનિવાર, સવારે 7 થી 11 વાગ્યાની વચ્ચે કોઈપણ સમયે આ નંબર પર કૉલ કરી શકો છો. બીજી તરફ, તમે રવિવારે સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી વાત કરી શકો છો.
ઉલ્લેખનીય છે કે આધાર કાર્ડ હવે ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. દરેક જગ્યાએ તેની જરૂર પડે છે.