ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 03, માર્ચ 2022,
ગુરુવાર.
રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં જંગ મુદ્દે ફરી એકવાર બેઠક યોજાઈ, જેમાં રશિયા વિરુદ્ધ પ્રસ્તાવ લાવવામાં આવ્યો.
આ પ્રસ્તાવમાં રશિયાને કહેવામાં આવ્યું કે, તે યુક્રેનથી પોતાની સેના પરત બોલાવે.
આ પ્રસ્તાવ UGNAમાં પાસ તો થઈ ગયો પરંતુ પાંચ દેશ(રશિયા સહિત)તેની વિરૂદ્ધમાં હતા.
રશિયા સિવાય બેલારૂસ, ઈરીટ્રીયા, ઉત્તર કોરિયા અને સીરિયાએ આ પ્રસ્તાવની વિરુદ્ધમાં મત નાખ્યો.
આ ચાર રાષ્ટ્રોને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેસ્કીએ રશિયાના મિત્ર દેશ ગણાવ્યા હતા.
જોકે રશિયા-યુક્રેન યુદ્ધ મામલે ભારતે ન્યૂટ્રલ વલણ અપનાવ્યું.
ઉલ્લેખનીય છે ભારત પહેલા પણ જણાવી ચૂક્યું છે કે, અમારી પ્રાથમિકતા યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર લાવવા છે.
