News Continuous Bureau | Mumbai
- દેશના લગભગ ૪૬,૦૦૦થી વધુ ગામોમાં ૫૦ લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવશે
- રાજ્યભરમાં કુલ ૭૨૧ ગામોમાં ૧,૨૦,૦૦૦ પ્રોપર્ટીકાર્ડનું વિતરણ કરવામાં આવશે
Property Card E-Distribution: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને ૨૭મી ડિસેમ્બરના રોજ દેશભરમાં સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ ઈ-વિતરણ કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતેથી રાજયકક્ષાનો કાર્યક્રમ યોજાશે.
વડાપ્રધાનશ્રીના હસ્તે દેશના લગભગ ૪૬,૦૦૦થી વધુ ગામોમાં ૫૦ લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું ઈ-વિતરણ કરવામાં આવશે. સાથે જ, વડાપ્રધાનશ્રી દેશમાં યોજનાના લાભાર્થીઓને સાથે સંવાદ પણ સાધશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનશ્રી નરેંદ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ભારતના તમામ ગામડાઓના નાગરિકોને તેમની મિલકતો પરનો કાયદેસર હક સુનિશ્ચિત થાય તે હેતુથી સમગ્ર દેશમાં સ્વામિત્વ યોજના ( SVAMITVA -Survey of Villages and Mapping with Improvised Technology in Village Areas) અમલમાં મુકવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Vehicle Restriction:સુરતમાં મેટ્રો સ્ટેશનના કામગીરી અંતર્ગત ટ્રાફિકને ડાયવર્ઝન અપાયું, એક વર્ષ સુધી આ રસ્તાઓ રહેશે બંધ; જાણો વૈકલ્પિક રૂટ…
સ્વામિત્વ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્રારા વર્ષ ૨૦૨૧થી રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં નાગરિકોને તેમના રહેણાંકની મિલકતના અધિકાર આપતો પુરાવો એટલે કે પ્રોપર્ટીકાર્ડ બનાવવા માટે ઝડપી અને પારદર્શક રીતે કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં બીજા તબક્કાના રાજ્યોમાં પ્રથમ નંબરે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ ખાતેથી રાજયકક્ષાના કાર્યક્રમમાં પ્રતીકાત્મક રીતે કેટલાંક લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ અપાશે. સમાંતરે રાજ્યભરમાં કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત કુલ ૭૨૧ ગામોમાં ૧,૨૦,૦૦૦ પ્રોપર્ટીકાર્ડનું વિતરણ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વામિત્વ યોજના અંતર્ગત રાજ્યના કુલ ૩૩ જીલ્લાના ૧૩,૭૧૪ ગામોમાં ડ્રોન દ્વારા માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે, જે પૈકીના ૬,૮૫૯ ગામોમાં પ્રમોલગેશનની કામગીરી પુર્ણ કરી કુલ ૧૧,૮૩,૬૦૬ પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવામાં આવેલ છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.