ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,12 જાન્યુઆરી 2022
બુધવાર.
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે પ્રધાન નીતિન ગડકરી કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.
64 વર્ષીય ભાજપ નેતાનો મંગળવારે રાતે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.
તેમને હળવા લક્ષણો છે અને હોમ આઇસોલેશનમાં હોવાની માહિતી પ્રધાને ટ્વિટર દ્વારા આપી છે.
તેમણે ટ્વિટમાં કહ્યું કે, ‘આજે હળવા લક્ષણો સાથે હું કોરોના પોઝિટિવ થયો છું. તમામ જરૂરી પ્રોટોકોલને અનુસરીને, મેં મારી જાતને આઈસોલેટ કરી દીધો છે અને હું હોમ ક્વૉરન્ટીન છું.
સાથે જ તેમણે અપીલ કરી છે કે જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓ પોતાને આઈસોલેટ કરી લે અને ટેસ્ટ કરાવે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરી કોરોનાનો ભોગ બન્યા હતા.