Ram Mohan Naidu: કેન્દ્ર સરકારના મંત્રીની યુટ્યુબ અને ગૂગલ સાથેની ચર્ચા, અનેક મામલે હવે નવા પગલા લેવાશે.

Ram Mohan Naidu: કેન્દ્રીય મંત્રી શ્રી રામમોહન નાયડુએ યુટ્યુબ અને ગૂગલ સાથે નાગરિક ઉડ્ડયન માટે એઆઈ સંચાલિત ઉકેલોની શોધ કરી. એઆઈ અને ટેકનોલોજીનું સંકલન નાગરિક ઉડ્ડયન શાસન માટે પુષ્કળ સંભવિતતા ધરાવે છે. યુ-ટ્યુબ અને ગૂગલ સાથે જોડાણ કરવાથી ઉડ્ડયન ક્ષેત્રમાં કાર્યદક્ષતા અને નવીનતામાં વધારો થશે – શ્રી રામમોહન નાયડુ

News Continuous Bureau | Mumbai

Ram Mohan Naidu: કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામમોહન નાયડુએ નવી દિલ્હીમાં યુટ્યુબ ( Youtube ) ગ્લોબલ હેડ, શ્રી નીલ મોહન, ગૂગલ ( Google ) એશિયા પેસિફિક રિજન હેડ, શ્રી સંજય ગુપ્તા, એમડી -સરકારી બાબતો, શ્રીનિવાસ રેડ્ડી અને યુટ્યુબ ગવર્નમેન્ટ અફેર્સ માટેના ગ્લોબલ વીપી, લેસ્લી મિલર સાથે નવી દિલ્હીમાં વિસ્તૃત ચર્ચા કરી છે. મંત્રીએ આ સીમાચિહ્નરૂપ બેઠકમાં નાગરિક ઉડ્ડયન અને શાસનની પ્રગતિ માટે તકનીકીનો ઉપયોગ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. 

Join Our WhatsApp Community

બેઠક દરમિયાન, બંને નેતાઓએ શાસનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ( Artificial Intelligence ) (એઆઇ)ની અગ્રણી ભૂમિકા પર ચર્ચા કરી હતી અને એઆઇનો ઉપયોગ કરીને શાસન વધારી શકે તેવા નવીન ગૂગલ સોલ્યુશન્સની શોધ કરી હતી. શ્રી રામમોહન નાયડુએ પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા, કાર્યદક્ષતા વધારવા અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં ( Civil Aviation Sector ) પારદર્શકતા વધારવા માટે એઆઈની સંભવિતતા પર ભાર મૂક્યો હતો.

Union Minister Shri Rammohan Naidu explores AI powered solutions for civil aviation with YouTube and Google.

Union Minister Shri Rammohan Naidu explores AI powered solutions for civil aviation with YouTube and Google.

 

શ્રી રામમોહન નાયડુએ આ જોડાણનાં સકારાત્મક પરિણામો વિશે પોતાનો આશાવાદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “શાસન અને નાગરિક ઉડ્ડયનમાં એઆઈ અને ટેકનોલોજીનું સંકલન પુષ્કળ સંભવિતતા ધરાવે છે. યુટ્યુબ અને ગૂગલ જેવા ટેક જાયન્ટ્સ સાથે મળીને કામ કરીને, અમે વધુ કાર્યક્ષમ, માહિતગાર અને નવીન ઉડ્ડયન ક્ષેત્ર બનાવી શકીએ છીએ જે તમામને લાભ આપે છે.”

યુટ્યુબના ગ્લોબલ હેડ શ્રી નીલ મોહને યુટ્યુબની કન્ટેન્ટ ક્રિએશન ક્ષમતામાં નોંધપાત્ર વૃદ્ધિ પર પ્રકાશ પાડ્યો હતો, જેણે વિશ્વભરમાં અબજો લોકોને શિક્ષિત અને મનોરંજન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે અસરકારક સામગ્રી બનાવવાના મહત્વ પર ભાર મૂક્યો જે વિવિધ ક્ષેત્રોમાં જાગૃતિ અને જ્ઞાન લાવી શકે.

આ સમાચાર વાંચો : Ahmedabad: અમદાવાદ ખાતે પરંપરાગત જનજાતિય ચિત્રકલાનું ‘આદિ ચિત્ર’ પ્રદર્શન યોજાયું, શહેરીજનો આ તારીખ સુધી પ્રદર્શનને નિહાળી શકશે.

શ્રી રામમોહન નાયડુએ આ તકનો ઉપયોગ યુટ્યુબના સહયોગથી નાગરિક ઉડ્ડયન વિશે વધુ જાગૃતિ અને જાણકારી ફેલાવવા વિનંતી કરી છે. તેમણે એક એવી ભાગીદારીની કલ્પના કરી હતી જ્યાં યુ-ટ્યુબ ઉડ્ડયન ક્ષેત્રની જટિલતાઓ અને પ્રગતિઓ વિશે લોકોને શિક્ષિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે, જેથી વધુ માહિતગાર અને વ્યસ્ત પ્રેક્ષકોને પ્રોત્સાહન મળે.

Union Minister Shri Rammohan Naidu explores AI powered solutions for civil aviation with YouTube and Google.

આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીએ ગૂગલને એવિએશન સંબંધિત સ્ટાર્ટઅપ્સ માટે સહયોગની તકો શોધવાની અપીલ કરી હતી. તેમણે ઉડ્ડયન ઉદ્યોગ દ્વારા સામનો કરવામાં આવતા પડકારો પર પ્રકાશ પાડ્યો અને આ સમસ્યાઓના નિવારણ માટે નવીન ઉકેલો વિકસાવવામાં ગૂગલની કુશળતા માંગી. સંભવિત ભાગીદારીનો ઉદ્દેશ સ્ટાર્ટ અપને ટેકો આપવાનો છે, જે અત્યાધુનિક ટેકનોલોજી અને નવીન અભિગમો મારફતે ઉડ્ડયન ક્ષેત્રની વૃદ્ધિ અને વિકાસમાં પ્રદાન કરી શકે છે.

Union Minister Shri Rammohan Naidu explores AI powered solutions for civil aviation with YouTube and Google.

આ બેઠકમાં સહયોગની આ તકોને વધુ આગળ વધારવા અને નાગરિક ઉડ્ડયન અને શાસનના ભવિષ્યને આગળ ધપાવી શકે તેવા નવીન ઉકેલોના અમલીકરણ તરફ કામ કરવા માટે પરસ્પર સંમતિ સાથે સમાપન કરવામાં આવ્યું હતું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર વાંચો : Tragic Accident : ચોંકાવનારી ઘટના, માતા સાથે રોડ પરથી પસાર થતી ત્રણ વર્ષની બાળકી પર પડ્યો કૂતરો; ગુમાવ્યો જીવ; જુઓ હૃદયદ્રાવક વિડીયો..

Uttarakhand Disaster: ઉત્તરાખંડના સહસ્ત્રધારા માં ફાટ્યું વાદળ, રમકડાંની જેમ તણાઈ કાર, જાણો ક્યાં થયું કેટલું નુકશાન
Dog punishment: હવે માણસ ની જેમ કુતરાઓ ને પણ થશે આવી સજા, ઉત્તર પ્રદેશ સરકારે લીધો અનોખો નિર્ણય
Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Supreme Court: સુપ્રીમ કોર્ટે વનતારા કેસની સુનાવણી દરમિયાન કરી મહત્વપૂર્ણ ટિપ્પણી, હાથી રાખવા ને લઈને કહી આવી વાત
Exit mobile version