News Continuous Bureau | Mumbai
UP Flood: હિંડોન નદી (Hindon River) માં પૂરના કારણે ગ્રેટર નોઈડા (Greater Noida) ના સુતિયાના ગામ પાસે ડમ્પિંગ યાર્ડમાં પાર્ક કરેલી 350 કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. તેનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, ઈકોટેક-3 પોલીસ સ્ટેશન વિસ્તારના પુરાણા સુતિયાણા ગામમાં હિંડોન નદીના ડૂબ વિસ્તારમાં ઓલા કંપનીની કારનું ડમ્પયાર્ડ છે જ્યાં લગભગ 350 વાહનો છે.
#WATCH | Noida, UP: Due to an increase in the water level of Hindon River, the area near Ecotech 3 got submerged due to which many vehicles got stuck. pic.twitter.com/a5WOcLCH02
— ANI (@ANI) July 25, 2023
પોલીસે જણાવ્યું કે આ યાર્ડના કેરટેકર દિનેશ યાદવે પોલીસને જણાવ્યું છે. કે કોરોના કાળની જૂની અને રિકવર થયેલી કાર અહીં પાર્ક કરવામાં આવી છે અને તે તમામ વાહનો હાલમાં બંધ છે. તેમણે કહ્યું કે ઓલા કંપનીના ઉચ્ચ સ્તરીય મેનેજમેન્ટને ડમ્પયાર્ડમાં પાણી ભરવા અંગે જણાવવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે પાણીના વધતા સ્તરને જોતા ઓલા કંપનીના સંચાલકોને યાર્ડ ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Ameesha Patel ‘ગદર 2’ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં તારા સિંહ સાથે નહીં જોવા મળે તેની સકીના! આ અભિનેત્રી બની કારણ
ચેતવણી બાદ પણ વાહનો હટાવવામાં આવ્યા ન હતા
આ વીડિયો વાયરલ થયા બાદ ડીએમએ કહ્યું કે, “હિંડોન નદીના ડૂબ વિસ્તારમાં એક ખાનગી કંપનીએ પોતાનું અનધિકૃત યાર્ડ બનાવ્યું છે, જેણે વારંવારની ચેતવણી પછી પણ અહીં પાર્ક કરેલા વાહનોને હટાવામાં નથી આવી. અહીં સામાન્ય જનજીવનને કોઈ અસર થઈ નથી અને કોઈ જાનહાનિ થઈ નથી.”
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં ગંગા નદી, યમુના નદી, શારદા નદી સહિત અનેક નદીઓમાં પાણી ઝડપથી વધી રહ્યું છે. દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર બુધવારે પણ ખતરાના નિશાનથી ઉપર છે. જેના કારણે હિંડોન નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે. જેના કારણે નોઈડા અને ગાઝિયાબાદના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ દરમિયાન હવે નોઈડાનો આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.