ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો.
ગઈકાલે મધ્યપ્રદેશના મહાકાલ મંદિરમાંથી ઝડપાયેલા ઉત્તર પ્રદેશના કુખ્યાત એવા વિકાસ દુબે ને પોલીસે ઍનકાઉન્ટર'માં ઠાર માર્યો છે. વાત એમ બની કે વિકાસ દૂબેને પોલીસ લઈ જઈ રહી હતી ત્યારે તેણે વહેલી સવારે પોલીસ અધિકારીના હથિયાર છીનવી ને ભાગવાની કોશિશ કરી. આ સમયે પોલીસ અને વિકાસ દુબે વચ્ચે થયેલી અથડામણમાં વિકાસ દુબે નું મૃત્યુ થયું છે. વિકાસ દુબે ની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઇ જવાઇ છે.
જોકે વિકાસ દુબે ના એનકાઉન્ટર પછી અનેક સવાલો ઊભા થશે. અનેક આરોપો અને પ્રત્યારોપ પણ થશે. કહેવાય છે કે વિકાસ દુબે અનેક પાર્ટીના દિગ્ગજ નેતા, પોલીસ અને વેપારીઓ સાથે સંકળાયેલો હતો. તેની ધરપકડને કારણે અનેક વાઈટ કોલર વ્યક્તિઓ અડચણ માં આવવાના હતા. આથી વિકાસ દુબે ના એનકાઉન્ટર થી અનેક સફેદ કપડા માં ફરતા બદમાશ બચી ગયા છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com