News Continuous Bureau | Mumbai
Vinesh Phogat Disqualified : કુસ્તીબાજ ( Wrestler ) વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવાથી આખો દેશ સ્તબ્ધ થઇ ગયો છે. માત્ર 100 ગ્રામ વજન વધુ હોવાના કારણે વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવા ( Disqualified ) માં આવી છે. હવે આ અંગે ખેલ મંત્રી મનસુખ માંડવિયાએ સંસદમાં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે 50 કિગ્રા વર્ગમાં વિનેશ ફોગાટ ( Vinesh Phogat ) નું વજન 100 ગ્રામ વધુ હતું, તેથી તેને ગેરલાયક ઠેરવવામાં આવી. વિનેશ જીતી હતી. ભારત સરકારે તેમને સંપૂર્ણ મદદ કરી હતી. ખેલ મંત્રીના નિવેદનના વિરોધમાં વિપક્ષે લોકસભામાંથી વોકઆઉટ કર્યું હતું.
Vinesh Phogat Disqualified : ભારતીય કુસ્તી સંઘે સખત વિરોધ નોંધાવ્યો
રમતગમત મંત્રીએ કહ્યું કે ભારતીય કુસ્તી સંઘે આ બાબતને લઈને આંતરરાષ્ટ્રીય કુસ્તી સંઘ પાસે સખત વિરોધ નોંધાવ્યો છે. વડા પ્રધાને પેરિસમાં રહેલા ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પીટી ઉષા સાથે વાત કરી છે અને તેમને યોગ્ય પગલાં લેવા જણાવ્યું છે. મહત્વનું છે કે વિનેશ ફોગાટ 6 ઓગસ્ટ, મંગળવારના રોજ ત્રણ મેચ જીતીને 50 કિગ્રા કુસ્તીની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બની. બાદમાં તે ગોલ્ડ મેડલ માટે સ્પર્ધા કરવાની હતા.
આ સમાચાર પણ વાંચો: Vinesh Phogat : દંગલ ગર્લ વિનેશ ફોગાટની તબિયત બગડી, હોસ્પિટલમાં કરાઈ દાખલ; જાણો શું થયું છે?
Vinesh Phogat Disqualified : વિનેશ ફોગાટને શક્ય સહાય પૂરી પાડી
વધુમાં મંત્રીએ કહ્યું કે જ્યાં સુધી તેની તૈયારી માટે સહાયનો સંબંધ છે, ભારત સરકારે વિનેશ ફોગાટની જરૂરિયાત મુજબ તમામ શક્ય સહાય પૂરી પાડી છે. તેના માટે વ્યક્તિગત સ્ટાફની પણ નિમણૂક કરવામાં આવી છે, જેઓ તેમના ક્ષેત્રમાં નિષ્ણાત છે. પ્રખ્યાત હંગેરિયન કોચ અને ફિઝિયો હંમેશા તેની સાથે હોય છે. આ સિવાય તેમને ઓલિમ્પિક માટે તેમના પર્સનલ સપોર્ટ સ્ટાફ માટે પણ આર્થિક મદદ આપવામાં આવી હતી. પેરિસ ઓલિમ્પિક માટે કુલ 70.45 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી હતી. તેમાંથી 53.35 લાખ રૂપિયા ટોપ્સ હેઠળ આપવામાં આવ્યા હતા. એસીટીસી હેઠળ રૂ. 17.10 લાખ આપવામાં આવ્યા હતા.
Vinesh Phogat Disqualified : વિનેશ ફોગાટ મુદ્દે રાજ્યસભામાં હંગામો
બીજી તરફ સાંસદો તેમની વાતથી સંતુષ્ટ નહોતા. વિપક્ષી સાંસદોએ સરકારને આ મામલો ઉચ્ચ સ્તરે ઉઠાવવાની માંગ કરી હતી. પૂછ્યું- તમે અત્યાર સુધી શું કર્યું છે. ખેલ મંત્રીના જવાબથી નારાજ સાંસદોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.