News Continuous Bureau | Mumbai
Visakhapatnam: આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં રામકૃષ્ણ બીચ પર ઈસ્ટર્ન નેવલ કમાન્ડ (ENC)ના ઓપરેશનલ ડેમો રિહર્સલ દરમિયાન ભારતીય નૌકાદળના બે અધિકારીઓ એક મોટી દુર્ઘટનામાંથી બચી ગયા હતા. રિહર્સલ દરમિયાન લેન્ડિંગ દરમિયાન તેમના પેરાશૂટ હવામાં ફસાઈ ગયા, જેના કારણે બંને અધિકારીઓ ઝડપથી પાણીમાં પડી ગયા.
Visakhapatnam: જુઓ વિડીયો
The Indian Navy MARCOS are fine. They did not collide; instead, the parachutes had become entangled. The rescue boats were nearby and reached the location where they had fallen.#Vizag pic.twitter.com/SRoKqJplhV
— Akash Sharma (@kaidensharmaa) January 3, 2025
આ ઘટના ભવ્ય ઓપરેશનલ ડેમોની તૈયારીઓ દરમિયાન બની હતી, જેનો મુખ્ય કાર્યક્રમ આજે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુની હાજરીમાં થવાનું હતું. આ ઘટનામાં સામેલ બંને અધિકારીઓ નૌકાદળની વિશેષ માર્કોસ (મરીન કમાન્ડો) ટીમના સભ્યો હતા.
Visakhapatnam: ઊંચાઈએથી પાણીમાં પડી ગયા
વીડિયો ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે એક અધિકારી સુરક્ષિત રીતે ઉતરી રહ્યો હતો, જ્યારે બીજા અધિકારીનું પેરાશૂટ હવામાં ગુંચવાઈ ગયું, જેના કારણે બંને ઝડપથી ઊંચાઈએથી પાણીમાં પડી ગયા. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. સ્થળ પર તૈનાત બચાવ બોટ તરત જ એક્શનમાં આવી ગઈ હતી અને અધિકારીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. આ ઓપરેશનલ ડેમો ભારતીય નૌકાદળની અદ્યતન ક્ષમતાઓને દર્શાવવા માટે કરવામાં આવી રહ્યો છે, જેમાં વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો : Mother Love : માં તે માં બાકી બધા વગડાના વા… વરસાદમાં પક્ષીએ બચ્ચાને પલળતા આ રીતે બચાવ્યા, વીડિયો જોઇ આપ પણ કહેશો વાહ!
