ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 જુલાઈ 2020
કાંદિવલી વેસ્ટની સાયન્સ કોલેજનો દૃષ્ટિહીન વિદ્યાર્થી, રાજ્યની બોર્ડની પરીક્ષામાં 'ટોકિંગ' કમ્પ્યુટરનો ઉપયોગ કરીને એચએસસી- વર્ગ 12 બોર્ડની પરીક્ષા આપશે અને આ મંગળવારથી પરીક્ષાઓ શરૂ થવાની છે.
અન્ય વિદ્યાર્થીઓથી વિપરીત, પરીક્ષા દરમિયાન આન્સરશીટનો ઉપયોગ કરવાને બદલે આ યુવક કમ્પ્યુટર સ્ક્રીન પર તેના જવાબો બોલીને લખશે. તેની કોલેજમાંથી એક રીડર પણ આપવામાં આવશે, જે 11 વિદ્યાર્થી ને પ્રશ્નો વાંચી સંભળાવશે અને તે કોમ્પ્યુટર પર તેના જવાબો ટાઇપ કરશે. કમ્પ્યુટર ફરી આ લખાણ વાંચી સંભળાવશે. જેથી જ્યાં ભૂલ જણાશે ત્યાં સુધારણા કરી શકે. એકવાર આ દિવ્યાંગ તેના જવાબો લખવાનું સમાપ્ત કરે પછી, તેના કાર્યનું પ્રિન્ટઆઉટ લેવામાં આવશે અને ચકાસણી માટે એકત્રિત કરવામાં આવેલી બાકીની આન્સરશીટ સાથે મૂકી દેવામાં આવશે.
તેની કોલેજના આચાર્યના જણાવ્યા મુજબ આ યુવક તેની પરીક્ષાઓની સખત તૈયારી કરી રહ્યો છે. વધુ મા ટીચરે કહ્યું કે “શાહ દૈનિક ભણતરમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરે છે કારણ કે તે 100 ટકા અંધ છે જોકે તે ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી છે."
સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે વિશેષ જરૂરિયાતોવાળા વિદ્યાર્થીઓની સામે વિવિધ પડકારો હોય છે. આથી અમે દિવ્યાંગ વિદ્યાર્થી ને તમામ મદદ કરવા માંગીએ છીએ. જેથી કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષા આપવાથી વંચિત ના રહી જાય" ઉલ્લેખનીય છે કે આ વિદ્યાર્થી એ સંશોધન અને રસાયણશાસ્ત્રમાં કારકીર્દિ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે, અને તેણે સંયુક્ત પ્રવેશ પરીક્ષા, (જેઈઈ) મુખ્ય પરીક્ષામાં 96 ટકા મેળવ્યા હતા….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com