Site icon

Weather Forecast: દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત ઠંઠીમાં ઠુંઠવાયું… ગાઢ ધુમ્મસને લીધે આ રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જારી..

Weather Forecast: હવામાન વિભાગે ગાઢ ધુમ્મસને લઈને ઘણા રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ પણ જારી કર્યું છે. દિલ્હી એનસીઆરની વાત કરીએ તો અહીં દિવસ દરમિયાન સૂર્ય ચમકતો હોય છે, પરંતુ હાલ ઠંડા પવનોને કારણે લોકો અહીં પરેશાન થઈ રહ્યા છે.

Weather Forecast The whole of North India including Delhi is engulfed in cold,Orange alert issued in these states due to thick fog

Weather Forecast The whole of North India including Delhi is engulfed in cold,Orange alert issued in these states due to thick fog

News Continuous Bureau | Mumbai 

Weather Forecast: ઉત્તર ભારત સહિત દેશના ઘણા ભાગોમાં અત્યંત ઠંડી પડી રહી છે. આ સમય દરમિયાન, હવામાન વિભાગે ( IMD ) ગાઢ ધુમ્મસને લઈને ઘણા રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ ( Orange Alert ) પણ જારી કર્યું છે. દિલ્હી એનસીઆરની વાત કરીએ તો અહીં દિવસ દરમિયાન સૂર્ય ચમકતો હોય છે, પરંતુ હાલ ઠંડા પવનોને કારણે લોકો અહીં પરેશાન થઈ રહ્યા છે. 

Join Our WhatsApp Community

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશના ઉત્તરીય ભાગોમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી સવારે અને રાત્રે ગાઢ ધુમ્મસની ( Fog ) શક્યતા છે, દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં ગાઢ ઠંડીની ( Winter ) સાથે ધુમ્મસ પણ લોકોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યું છે. તેમ જ ત્રણ દિવસ સુધી વિઝિબિલિટી 50 મીટરથી ઓછી રહેવાની પણ શક્યતા છે. જેને લઈને આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

દક્ષિણ તમિલનાડુના વિવિધ ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે…

IMD અનુસાર, બિહારના મોટા ભાગના સ્થળોએ આગામી બે દિવસ સુધી સવાર અને રાત્રે ગાઢ ધુમ્મસ રહેશે. ઉત્તર-પૂર્વીય રાજ્યોની વાત કરીએ તો આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી પાંચ દિવસ સુધી રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસ રહેશે.

આ સમાચાર પણ વાંચો :  ED Raid: પશ્વિમ બંગાળમાં અધિકારીઓ પર હુમલા બાદ ફરી એક્શન મોડમાં ED, મમતા સરકારના આ બે મંત્રીઓના ઘર પર દરોડા.

હવામાન વિભાગે ( Weather Update ) જણાવ્યું કે રાજસ્થાનના સીકર, ચુરુ, અજમેર અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી શીત લહેર રહેવાની સંભાવના ( IMD Forecast ) છે. 14 જાન્યુઆરી પછી આ વિસ્તારોમાં ઠંડીનું મોજું ઘટવાનું શરૂ થશે. જ્યારે પંજાબ, હરિયાણા અને ઉત્તરાખંડમાં આગામી ત્રણ દિવસ ઠંડી રહેશે.

દિલ્હીમાં લગભગ 10 દિવસથી અત્યંત ઠંડી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં સૂર્યપ્રકાશને કારણે થોડી રાહત છે, પરંતુ પવનની સાથે ઠંડીનું મોજુ યથાવત રહેશે. દક્ષિણ તમિલનાડુના વિવિધ ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાન 5-8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દરમિયાન, રાજસ્થાનના સીકરમાં ગુરુવારે સૌથી નીચું લઘુત્તમ તાપમાન -0.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

Naxal Hidma: મોસ્ટ વોન્ટેડ નક્સલી હીડમા છત્તીસગઢ બોર્ડર પર ઠાર, એન્કાઉન્ટરમાં તેના આટલા સાથીઓ પણ માર્યા ગયા
Hamas attack: દિલ્હી બ્લાસ્ટ: સુસાઇડ બોમ્બરથી લઈને રોકેટ-ડ્રોન સુધી! શું ઉમરનું કાવતરું ભારતમાં ‘હમાસ’ જેવો મોટો હુમલો કરવાનું હતું?
Tejashwi Yadav: તેજસ્વી યાદવ પર દબાણ! રાજકીય કારકિર્દી સામે ઊભો થયો સવાલ, મીટિંગમાં ભાવુક થઈ નેતાએ કેમ આપ્યું રાજીનામું આપવા જેવું નિવેદન?
Delhi Blast Case: દિલ્હી બ્લાસ્ટ કેસ માં અલ-ફલાહ યુનિવર્સિટી પર ED ની મોટી કાર્યવાહી, ચાર રાજ્યોમાં કુલ આટલા ઠેકાણાં પર દરોડા
Exit mobile version