News Continuous Bureau | Mumbai
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, વટવા અને રક્સૌલ વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ વિશેષ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:
* ટ્રેન નં. 05562/05561 વટવા-રક્સૌલ સાપ્તાહિક વિશેષ [32 ટ્રિપ્સ]
ટ્રેન નં. 05562 વટવા-રક્સૌલ સ્પેશિયલ 17 સપ્ટેમ્બર 2025 થી 31 ડિસેમ્બર 2025 સુધી દર બુધવારે વટવાથી 23.30 વાગ્યે પ્રસ્થાન કરશે અને ત્રીજા દિવસે 16.00 વાગ્યે રક્સૌલ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નં. 05561 રક્સૌલ-વટવા સ્પેશિયલ 16 સપ્ટેમ્બર 2025 થી 30 ડિસેમ્બર 2025 સુધી દર મંગળવારે રક્સૌલથી 11.20 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 20.00 વાગ્યે વટવા પહોંચશે.
આ સમાચાર પણ વાંચો: Northern Railway Update:ઉત્તર રેલવેના કઠુઆ-માધોપુર પંજાબ સેક્શનમાં પુલ નંબર 17 પર મિસઅલાઈમેન્ટ ને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
આ ટ્રેન બંને દિશામાં આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન, મક્સી, સંત હિરદારામ નગર, બીના, સાગર, દમોહ, કટની મૂંડવારા, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિવકી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, બક્સર, આરા, પાટલીપુત્ર, હાજીપુર, મુજફ્ફરપુર અને સીતામઢી સ્ટેશનો પર રોકાશે.
આ ટ્રેનમાં એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 05562 નું બુકિંગ 03 સપ્ટેમ્બર, 2025 થી બધા PRS કાઉન્ટરો અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ સમય અને કોચ સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર અવલોકન કરે