News Continuous Bureau | Mumbai
Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા આગામી ઉનાળાની ઋતુ દરમિયાન યાત્રીઓની વધારાની ભીડને જોતાં યાત્રીઓની માંગ અને સુવિધા માટે બે જોડી સ્પેશિયલ ટ્રેનો અસારવા-આગરા કેન્ટ દૈનિક સ્પેશિયલ અને અસારવા-કાનપુર સેન્ટ્રલ અઠવાડિક સ્પેશિયલ વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે
ટ્રેન નંબર 01920/01919 અસારવા-આગરા કેન્ટ દૈનિક સ્પેશિયલ (182 ફેરા)
ટ્રેન નંબર 01920 અસારવા-આગરા કેન્ટ સ્પેશિયલ 02 એપ્રિલ 2025 થી 01 જુલાઈ 2025 સુધી અસારવાથી દરરોજ 18.00 કલાકે ઉપડશે તથા બીજા દિવસે 10.20 કલાકે આગરા કેન્ટ પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર 01919 આગરા કેન્ટ-અસારવા સ્પેશિયલ 01 એપ્રિલ 2025 થી 30 જૂન 2025 સુધી આગરા કેન્ટથી દરરોજ 23.00 કલાકે ઉપડશે તથા બીજા દિવસે 16.35 કલાકે અસારવા પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન હિમ્મતનગર, ડુંગરપુર, જાવર, ઉદયપુર સિટી, માવલી, ચંદેરિયા, માંડલ ગઢ, બૂંદી, કેશોરાય પાટન, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના અને ફતેહપુર સીકરી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર અને જનરલ શ્રેણીના કોચ હશે.
આ સમાચાર પણ વાંચો: Vande Bharat: વંદે ભારત સાથે આ રૂટ પર મુસાફરી હવે સરળ બનશે,હવે કટરાથી શ્રીનગરની મુસાફરીમાં લાગશે ફક્ત આટલા કલાક
ટ્રેન નંબર 01906/01905 અસારવા-કાનપુર સેન્ટ્રલ અઠવાડિક સ્પેશિયલ (26 ફેરા)
ટ્રેન નંબર 01906 અસારવા-કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલ 08 એપ્રિલ 2025 થી 01 જુલાઈ 2025 સુધી અસારવાથી દરેક મંગળવારે 09.15 કલાકે ઉપડશે તથા બીજા દિવસે 07.00 કલાકે કાનપુર સેન્ટ્રલ પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર 01905 કાનપુર સેન્ટ્રલ-અસારવા સ્પેશિયલ 07 એપ્રિલ 2025 થી 30 જૂન 2025 સુધી કાનપુર સેન્ટ્રલથી દરેક સોમવારે 08.00 કલાકે ઉપડશે તથા બીજા દિવસે 05.45 કલાકે અસારવા પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન હિમ્મતનગર, ડુંગરપુર, જાવર, ઉદયપુર સિટી, માવલી, ચંદેરિયા, માંડલ ગઢ, બૂંદી, કેશોરાય પાટન, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના અને ફતેહપુર સીકરી, ઈદગાહ, ટૂંડલા, ફિરોજાબાદ તથા ઈટાવા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર અને જનરલ શ્રેણીના કોચ હશે.
ટ્રેન નંબર 01920 નું બુકિંગ શરૂ છે તથા ટ્રેન નં. 01906 નું બુકિંગ 03 એપ્રિલ 2025 થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના રોકાણ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.