News Continuous Bureau | Mumbai
Ind Vs Pak : અમદાવાદમાં યોજાનારી ભારત-પાકિસ્તાન ક્રિકેટ(Ind Vs Pak) મેચ જોવા આવતા ક્રિકેટ ચાહકોના વધારા ની ભીડ ને સમાવવા માટે પશ્ચિમ રેલવે(Western Railway) મુંબઈ સેન્ટ્રલ(Mumbai Central) અને અમદાવાદ(Ahmedabad) વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનોની(Special trains) જોડી ચલાવશે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે
ટ્રેન નંબર 09013/09014 મુંબઈ સેન્ટ્રલ- અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ
ટ્રેન નંબર 09013 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સ્પેશિયલ મુંબઈ સેન્ટ્રલ શુક્રવાર, 13 ઓક્ટોબર, 2023ના રોજ 21.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 05.30 કલાકે અમદાવાદ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09014 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ અમદાવાદથી રવિવાર, 15 ઓક્ટોબર 2023ના રોજ 04.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે 12.10 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.
આ ટ્રેન બંને દિશા માં દાદર, બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત અને વડોદરા જંકશન સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.
ટ્રેન નંબર 09013 અને 09014 માટે બુકિંગ 12 ઓક્ટોબર 2023 થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે. સ્ટોપેજના સમય અને બંધારણ અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે 12 ઓક્ટોબર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.