ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 નવેમ્બર, 2021
બુધવાર
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ભારત દેશમાં ક્રિપ્ટો કરન્સી ને માન્યતા આપી નથી. બીજી તરફ અનેક ભારતીઓ આ ક્ષેત્રમાં રોકાણ કરી ચૂક્યા છે અથવા રોકાણ કરવાની ઈચ્છા જણાવે છે. આ પરિસ્થિતિમાં આશરે પાંચ વર્ષની મહેનત પછી ભારત સરકાર cryptocurrency માટે સંસદમાં એક બીલ લાવવા જઈ રહી છે. આ બિલ પછી crypto માં રોકાણ કરવું ભારતીયો માટે આસાન બનશે.
એક આંકડા પ્રમાણે ભારત દેશમાં ૧૦ કરોડ જેટલા લોકો ક્રિપ્ટો માં રોકાણ કરવા માંગે છે. જો કે ભારત આ કરન્સી ને કરન્સી તરીકે માન્યતા નહિ આપે. જે બિલ રજૂ થવા જઈ રહ્યું છે તેમાં એવી જોગવાઈઓ છે કે ક્રિપ્ટોમાં કરેલું રોકાણ એ રોકાણ તરીકે ગણાશે અને તેના પર જીએસટી તેમજ ઇન્કમટેક્સ પણ લાગશે. આ રોકાણને કોઈપણ ચલણ નો દરજ્જો નહીં મળે.
હવે જોવાનું એ રહે છે કે સંસદ આ બિલ સંદર્ભે કેવું વલણ દાખવે છે.