ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,10 જાન્યુઆરી 2022
સોમવાર
દેશમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના ઝડપથી વધી રહેલા સંક્રમણે હાહાકાર મચાવવાનું શરૂ કર્યું છે. નવા કેસમાં જેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. કોરોનાની ઇ નૉટ વેલ્યૂ આ અઠવાડિયે ૪ થઈ છે જે સંક્રમણમાં અચાનક ઉછાળો દર્શાવે છે. IIT મદ્રાસના અભ્યાસમાં ગંભીર ચેતવણી ઉચ્ચારવામાં આવી છે તે મુજબ દેશમાં ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે જેનું પિક ૧થી ૧૫ ફેબ્રુઆરી સુધીમાં આવી શકે છે. ગયા અઠવાડિયે RO વેલ્યૂ ૨.૯ હતો તે વધીને ૪ થઈ ગયો છે અને સંક્રમણની ગંભીરતા દર્શાવે છે તેમ IIT મદ્રાસના મેથ્સ વિભાગના પ્રોફેસર ડૉ. જયંત ઝાએ જણાવ્યું હતું.
દેશના જવાનોએ ભારે હિમવર્ષા વચ્ચે કર્યો જબરદસ્ત ડાન્સ – જુઓ જવાન નો ડાન્સ કરતો અનોખો વીડિયો
ઇ વેલ્યૂમાં કોરોનાનાં ટ્રાન્સમિશનની શક્યતા, કોન્ટેક્ટ રેટ તેમજ સંક્રમણ થવાના સમય વચ્ચે અંતરને ધ્યાનમાં લેવામાં આવે છે. સરકાર દ્વારા રચાયેલી કોવિડ સુપરમોડેલ કમિટીનાં વડા એમ વિદ્યાસાગરે કહ્યું છે કે ઓમિક્રોનના કેસની સંખ્યા વધે તો તેનાંથી ગભરાવાની જરૂર નથી. લોકોની રોગપ્રતિકારક શક્તિને ઓમિક્રોન ઘટાડી રહ્યો છે તેથી તેને વધતો રોકવા મુશ્કેલ છે. તેની અસર અન્ય વેરિઅન્ટ જેટલી ગંભીર નથી. તીવ્રતા ઓછી છે. સરકારે ઓમિક્રોનના કેસની વધતી સંખ્યાને ધ્યાનમાં લઈને પ્રતિબંધો લાદવાની જરૂર નથી કે સ્કૂલો, ઓફિસો બંધ કરવાની કે લૉકડાઉન લાદવાની જરૂર નથી આનાથી તો લોકોમાં વધુ ગભરાટ ફેલાશે.