ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
નવી દિલ્હી
1 જુલાઈ 2020
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપી છે કે કોરોનાવાયરસ નામની મહામારીનો વધુ પ્રકોપ આગામી દિવસોમાં જોવા મળી શકે છે. આવનારા દિવસોમાં કોરોના નું સંક્રમણ ફરી ઉથલો મારી શકે છે. આ 30 જૂને છ મહિના થયા, જ્યારે સૌ પ્રથમવાર ચીન દ્વારા સૂચના મળી હતી કે 'ન્યુમોનિયા ને લગતા અસામાન્ય વિષાણુઓ નો સમૂહ ફેલાઈ રહ્યો છે'. તે દિવસે કોરોનાવાયરસ ના ઉદભવવાના પ્રથમ સંકેત મળ્યાં હતા ત દિવસથી આ બીમારી 1.05 કરોડથી વધુ લોકોને લાગી ચૂકી છે અને અંદાજે વિશ્વના પાંચ લાખ લોકોના મૃત્યુ થયા છે..
આ અંગે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ વિશ્વના દેશોને સૂચના આપવામાં આવી છે કે આખા દેશમાં બધા લોકો માટે ટેસ્ટીંગ અભિયાન ચલાવવામાં આવે. જેથી વધુને વધુ લોકોની સારવાર કરી શકાય. 'રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે તાલમેલ ન હોવાથી વાયરસની ગતી વધી રહી છે. આથી જો હમણાં વાઇરસને ફેલાતો અટકાવવા માં ન આવે તો આગળ જતાં પરિસ્થિતિ વકરી શકે છે' એમ પણ તેમણે જણાવ્યું હતું..
કેટલાક દેશોમાં પરિસ્થિતિ વધુ સારી હોવા છતાં, WHO એ કહ્યું છે કે 'રોગચાળો ચેપની ગતિમાં વધારો કરી રહ્યો છે. આથી આગામી મહિનાઓમાં વિશ્વએ વધુ રાહત અને ધૈર્ય બતાવવાની જરૂર રહેશે'. તેમણે કહ્યું, ગંભીર પ્રશ્ન એ છે કે આવતા મહિના સુધીમાં તમામ દેશો આ પરિસ્થિતિનો સામનો કરશે, આથી લોકોએ હવે વાયરસ સાથે કેવી રીતે જીવવું? તેની આદત પાડી લેવી પડશે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com