દેશની સૌથી પ્રખ્યાત આ ટુ-વ્હીલર નિર્માતા કંપનીના શેરમાં સતત ઘટાડો, જાણો શું છે કારણ

by Dr. Mayur Parikh

 દેશની સૌથી પ્રખ્યાત ટુ-વ્હીલર નિર્માતા કંપની હીરો મોટોકોર્પના શેરમાં ઘટાડો ચાલુ છે. કંપનીના પરિસર પર આવકવેરા વિભાગના દરોડામાં રૂ. ૮૦૦ કરોડના કથિત બોગસ ખર્ચ, દિલ્હીમાં જમીન ખરીદવા રૂ. ૬૦ કરોડની બેનામી રોકડનો ઉપયોગ જેવી બાબતો બાદ કંપનીના શેરમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. 

આવકવેરા વિભાગે ગત ૨૩ માર્ચે દરોડા પાડવાની શરૂઆત કરી હતી. હિરો મોટોકોર્પ વિશ્વની સૌથી મોટી ટુ-વ્હીલર ઉત્પાદકોમાંની એક છે. ૮ માર્ચ ૨૦૨૨ ના રોજ કંપનીનો શેર ઘટીને રૂ. ૨,૧૪૮ પર આવી ગયો હતો. જેનું છેલ્લું બંધ સ્તર ૨,૨૪૬ રૂપિયા છે. કંપનીનો શેર ૪.૨૬ ટકાના ઘટાડા સાથે રૂ. ૨,૧૯૯ પર ખુલ્યો હતો. શુક્રવારે દિવસના ટ્રેડિંગ દરમિયાન હીરો મોટોકોર્પના શેરનો ભાવ એક સમયે ૬.૩૨ ટકા ઘટીને રૂ. ૨,૧૫૧.૬૦ થયો હતો. જોકે બજાર બંધ થવાના સમયે શેર થોડો રિકવરી કરીને પાછલા સત્રની સરખામણીએ ૨.૩૯ ટકા ઘટીને ૨,૨૪૧.૮૦ પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. કંપનીનો શેર ૫-દિવસ, ૨૦-દિવસ, ૫૦-દિવસ, ૧૦૦-દિવસ અને ૨૦૦-દિવસની મૂવિંગ એવરેજથી નીચે ટ્રેડ થઈ રહ્યો છે. ૮ માર્ચ ૨૦૨૨ ના રોજ કંપનીનો શેર ઘટીને રૂ. ૨,૧૪૮ પર આવી ગયો હતો. આ સ્ટૉકનો આ ૫૨ સપ્તાહનો તળિયે નોંધાયો હતો. છેલ્લા એક મહિનામાં આ લાર્જ કેપ સ્ટોકમાં ૨૪.૭ ટકાનો ઘટાડો થયો છે. તે જ સમયે આ વર્ષની શરૂઆતથી તેમાં ૯.૫ ટકાનો ઘટાડો થયો છે. 

ટેક્સ વિભાગ માટે નીતિ નિર્ધારણ કરતી સંસ્થાએ જણાવ્યું હતું કે, “ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓ મળી આવ્યા છે અને જપ્ત કરવામાં આવ્યા છે જે દર્શાવે છે કે વ્યવસાયિક હેતુઓ માટે દર્શાવવામાં આવેલ ખર્ચ સંપૂર્ણપણે પુરાવા પર આધારિત નથી. ચોક્કસ ઘટનાના સંચાલન માટે રૂ. ૮૦૦ કરોડનો ખર્ચ બતાવાયો છે. યુનિટ પાસેથી સેવા લેવાના નામે રકમ દર્શાવવામાં આવી છે. અધિકારીઓએ કહ્યું છે કે હીરો મોટોકોર્પ અને પવન મુંજાલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આવકવેરા વિભાગે ૨૩ માર્ચે દરોડા પાડવાની શરૂઆત કરી હતી.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment