News Continuous Bureau | Mumbai
AFG vs NED: ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં અફઘાનિસ્તાન (Afghanistan) નું સારુ પ્રદર્શન જોવા મળ્યું છે. અફઘાનિસ્તાને હવે નેધરલેન્ડ (Netherland) ને હરાવીને તેની ચોથી જીત હાંસલ કરી છે. 3 નવેમ્બર (શુક્રવાર), લખનઉ (Lucknow) ના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં અફઘાનિસ્તાને નેધરલેન્ડ્સને સાત વિકેટે હરાવ્યું છે. ત્રણ વિકેટ લેનાર મોહમ્મદ નબી (Mohammad Nabi) પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.
નેધરલેન્ડની ટીમે આપેલા 180 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. રહેમાતુલ્લાહ ગુરબાઝ 10 રન બનાવીને પેવેલિયન ભેગો થઈ ગયો હતો. જોકે, બાદમાં રહમત શાહ અને કેપ્ટન હશમતુલ્લાહ શહિદીએ ફિફ્ટી ફટકારીને ટીમના વિજયમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
Solid Afghanistan win third game in a row to boost their #CWC23 semi-final chances 👊#NEDvAFG 📝: https://t.co/iSJKwpHOJK pic.twitter.com/Nqqx5r81z3
— ICC (@ICC) November 3, 2023
અફઘાનિસ્તાને 180 રનનો ટાર્ગેટ માત્ર 31.3 ઓવરમાં મેળવી લીધો હતો. કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ 56 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 64 બોલનો સામનો કર્યો જેમાં 6 ચોગ્ગા ફટકાર્યા. રહમત શાહે પણ 54 બોલમાં આઠ ચોગ્ગાની મદદથી 52 રન બનાવ્યા હતા. અઝમતુલ્લા ઉમરઝાઈએ પણ 31 રન બનાવીને રન ચેઝને સરળ બનાવ્યો હતો. નેધરલેન્ડ માટે લોગાન વાન બીક, રોલોફ વાન ડેર મર્વે અને સાકિબ ઝુલ્ફિકરે એક-એક વિકેટ લીધી હતી.
અફઘાન ટીમ હવે પાકિસ્તાનને પછાડીને પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને…
આ જીત સાથે અફઘાન ટીમ હવે પાકિસ્તાનને પછાડીને પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. બીજી તરફ, નેધરલેન્ડ આ હાર સાથે સેમિફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગયું છે. અફઘાનિસ્તાનના 7 મેચમાં 8 પોઈન્ટ છે અને તે પોઈન્ટની બાબતમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની બરાબરી પર છે. જોકે સારા નેટ રન રેટને કારણે આ બંને ટીમો અફઘાનિસ્તાનથી ઉપર છે. બીજી તરફ પાકિસ્તાનની ટીમ 7 મેચમાં આઠ પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને સરકી ગઈ છે. હવે જો પાકિસ્તાન 4 નવેમ્બર (શનિવાર)ના રોજ ન્યૂઝીલેન્ડ સામેની મેચ હારી જશે તો તેની આશાઓ પર પાણી ફરી વળશે.
આ સમાચાર પણ વાંચોઃ Bobby deol koffee with karan 8: શું શાહરુખ ખાન ના દીકરા આર્યન ખાન ના ઈશારા પર કામ કરશે બોબી દેઓલ?અભિનેતા કોફી વિથ કરણ માં કર્યો આ વિશે ખુલાસો
મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી નેધરલેન્ડની ટીમની શરૂઆત સારી રહી ન હતી અને માત્ર ત્રણ રનમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી મેક્સ ઓ’ડાઉડ અને કોલિન એકરમેન વચ્ચે બીજી વિકેટ માટે 70 રનની ભાગીદારી થઈ હતી. ઓ’ડાઉડ અને એકરમેન બંને રન આઉટ થયા હતા. આ બે રનઆઉટના કારણે નેધરલેન્ડનો મોમેન્ટમ બગડ્યો હતો. જે બાદ એક પછી એક વિકેટ પડતા આખી ટીમ 179 રનમાં સમેટાઈ ગઈ હતી. સતત પડતી વિકેટો વચ્ચે સાયબ્રાન્ડ એન્ગલબ્રેચટે 58 રનની સંઘર્ષપૂર્ણ ઇનિંગ રમી હતી.