Hardik Pandya: હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં કરશે વાપસી! મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે થઈ શકે છે આ મોટી ડીલ: એહેવાલ.. જાણો વિગતે..

Hardik Pandya: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 માટેની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાવાની છે. આ હરાજી પહેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુજરાત ટાઇટન્સનો વર્તમાન કેપ્ટન હાર્દિક પંડ્યા ફરી એકવાર મુંબઈ ઈન્ડિયન્સ નો ભાગ બનવા જઈ રહ્યો છે.

by Bipin Mewada
Hardik Pandya Hardik Pandya will return to Mumbai Indians! This big deal can happen between Mumbai Indians and Gujarat Titans Report

News Continuous Bureau | Mumbai

Hardik Pandya: ઈન્ડિયન પ્રીમિયર લીગ ( IPL 2024  ) 2024 માટેની હરાજી ( IPL Auction ) 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાવાની છે. આ હરાજી પહેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુજરાત ટાઇટન્સ ( Gujarat Titans ) નો વર્તમાન કેપ્ટન હાર્દિક પંડ્યા ( Hardik Pandya ) ફરી એકવાર મુંબઈ ઈન્ડિયન્સ ( Mumbai Indians ) નો ભાગ બનવા જઈ રહ્યો છે. હાર્દિકે 2015માં મુંબઈ ઈન્ડિયન્સ  તરફથી આઈપીએલ ( IPL ) કરિયરની શરૂઆત કરી હતી.

ESPN Cricinfo અનુસાર, આ ટ્રેડ ( Trade ) સંપૂર્ણપણે રોકડમાં હશે, જેના માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ એક વખતની ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સને 15 કરોડ રૂપિયા ચૂકવશે. જો ડીલ સફળ થાય છે, તો તે IPLના ઈતિહાસમાં કદાચ સૌથી મોટો પ્લેયર ટ્રેડ હશે. જો કે, બંને ફ્રેન્ચાઇઝીએ હજુ સુધી આ અંગે કોઇ જાહેર નિવેદન જારી કર્યું નથી.

IPL 2023ની હરાજી પછી, મુંબઈ ઈન્ડિયન્સના એકાઉન્ટમાં માત્ર 0.05 કરોડ રૂપિયા (લગભગ $6000) બચ્યા હશે. ફ્રેન્ચાઇઝીને આગામી હરાજી માટે વધારાના રૂ. 5 કરોડ (લગભગ $600,000) મળશે. આનો અર્થ એ છે કે મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિક પંડ્યાને સામેલ કરવા માટે કેટલાક ખેલાડીઓને રિલીઝ કરશે. ખેલાડીઓના રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 26 નવેમ્બરે સાંજે 4 કલાકે પૂરી થવાની છે.

હાર્દિકના નેતૃત્વમાં ગુજરાત ટાઇટન્સ લીગ તબક્કા દરમિયાન પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહી હતી..

વર્ષ 2022માં, હાર્દિક પંડ્યાએ તેની કેપ્ટનશિપ હેઠળ ગુજરાત ટાઇટન્સને તેની ડેબ્યૂ સિઝનમાં ટાઇટલ જીતાડ્યું હતું. ત્યારબાદ રાજસ્થાન રોયલ્સ (RR) સામેની ફાઇનલમાં હાર્દિક પંડ્યાને પણ ‘પ્લેયર ઓફ ધ મેચ’ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. વર્ષ 2023માં, ગુજરાત ટાઇટન્સ બીજી વખત IPL ફાઇનલમાં જગ્યા બનાવી, જ્યાં તેઓ ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) સામે હારીને રનર-અપ રહી હતી. ખાસ વાત એ છે કે આ બંને સિઝનમાં હાર્દિકના નેતૃત્વમાં ટાઇટન્સ લીગ તબક્કા દરમિયાન પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહી હતી.

ગુજરાત ટાઇટન્સ માટે હાર્દિક પંડ્યાએ 30 ઇનિંગ્સમાં 41.65ની એવરેજ અને 133.49ની સ્ટ્રાઇક રેટ સાથે 833 રન બનાવ્યા છે. તેણે 8.1ના ઇકોનોમી રેટથી 11 વિકેટ પણ લીધી હતી. હાર્દિક પંડ્યા હાલમાં ઈજાગ્રસ્ત છે અને તે ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં માત્ર ચાર મેચ રમી શક્યો હતો.

આ સમાચાર પણ વાંચોઃ  Prayagraj: ‘ઈસ્લામનું અપમાન’ કરવા બદલ બસ કંડક્ટરની કાપી નાખી ગરદન, આરોપી એન્કાઉન્ટરમાં ઘાયલ.. જુઓ વિડીયો..

જો આ ડીલ પૂર્ણ થઈ જશે તો હાર્દિક પંડ્યા તેની ફ્રેન્ચાઈઝી દ્વારા ટ્રેડ થનાર ત્રીજો કેપ્ટન બની જશે. અનુભવી સ્પિનર ​​આર. અશ્વિન પંજાબ કિંગ્સ (PBKS) છોડીને IPL 2020 પહેલા દિલ્હી કેપિટલ્સ (DC)માં ગયો હતો. વર્ષ 2020માં જ રાજસ્થાન રોયલ્સે અજિંક્ય રહાણેને દિલ્હી કેપિટલ્સ સાથે ટ્રેડ કર્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાની કારકિર્દી ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી…

ગુજરાત ટાઇટન્સને IPL 2022 મેગા હરાજી પહેલા અન્ય ફ્રેન્ચાઇઝીઓ દ્વારા જાહેર કરાયેલ પૂલમાંથી ત્રણ ખેલાડીઓની પસંદગી કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ત્યારપછી ગુજરાત ટાઇટન્સે હાર્દિક અને અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર રાશિદ ખાનને રૂ.15 કરોડમાં સાઇન કર્યા હતા, જ્યારે શુભમન ગિલને રૂ.7 કરોડમાં તેમની ટીમમાં સામેલ કર્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાની કારકિર્દી ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. મુંબઈએ 2015માં હાર્દિકને 10 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. હાર્દિક 2015, 2017, 2019 અને 2020માં IPL ટાઈટલ જીતનાર મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ રહ્યો છે. IPL 2021 સુધી હાર્દિક મુંબઈ સાથે રહ્યો હતો. ત્યારપછી 2022ની મેગા ઓક્શન પહેલા હાર્દિકને મુંબઈ છોડી દેવામાં આવ્યો હતો. તે સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માત્ર ચાર ખેલાડીઓને જાળવી શકી હતી. ત્યારબાદ મુંબઈએ રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને કિરોન પોલાર્ડને રિટેન કરવાનો નિર્ણય લીધો હતો.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More