News Continuous Bureau | Mumbai
Hardik Pandya: IPL 2024 માં સતત બે જીત બાદ, મુંબઈ ઈન્ડિયન્સના સુકાની હાર્દિક પંડ્યાને સોશિયલ મિડીયા પર ફેન્સની ટીકાઓથી રાહત મળી જ હતી કે, રવિવારે વાનખેડે સ્ટેડિયમ ખાતે પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ ( CSK ) સામે હાર્યા બાદ હવે ફરી હાર્દિક પંડ્યા પર નેટીઝન્સ પ્રતિક્રિયાનો મારો કર્યો છે. આ મેચમાં મુંબઈની હાર બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ આનું મુખ્ય કારણ એમએસ ધોનીને ગણાવ્યું હતું. તો મુંબઈ ઈન્ડિયનના ચાહકોએ હાર્દિકના આ નિવેદન પર ટીમમાં તેનું યોગ્યદાન શું છે તે વિશે પ્રશ્નો ઉઠાવ્યા હતા.
Ravi Shastri in the commentary box 🤝 MS Dhoni at Wankhede 🏟️
We have seen this before 🤩#MIvCSK #TATAIPL #IPLonJioCinema #MSDhoni | @RaviShastriOfc pic.twitter.com/jAUpGEjtbC
— JioCinema (@JioCinema) April 14, 2024
હાર્દિક પંડ્યાએ રવિવારના દિવસે રમાયેલી MI vs CSK મેચમાં તેણે 2 વિકેટ લેવા છતાં 3 ઓવરમાં 43 રન આપ્યા હતા. જો કે, હાર્દિકે ફેંકેલી છેલ્લી ઓવરમાં એમ એસ ધોનીએ લગાતાર ત્રણ છગ્ગા ફટર્કાયા હતા અને 26 રન બનાવ્યા હતા. ધોનીના આ ત્રણ સિક્સ મુંબઈ ઈન્ડિયન ટીમને ( Mumbai Indians ) આગળ ખુબ ભારે પડ્યા હતા. તેથી જ રોહિતની સદી હોવા છતાં મુંબઈ ઈન્ડિયન જીત મેળવવામાં નિષ્ફળ રહી હતી. રસપ્રદ વાત એ છે કે, ચેન્નઈ સુપર કિંગે ( Chennai Super Kings ) ધોનીએ ફટકારેલા તેટલા જ રનથી જ મુંબઈને હરાવ્યું હતું.
મેચ હાર્યા બાદ, પંડ્યાએ ધોનીને એક માસ્ટર ટેક્ટીશિયન તરીકે ઓળખાવ્યો હતો..
મેચ હાર્યા બાદ, પંડ્યાએ ધોનીને ( MS Dhoni ) એક માસ્ટર ટેક્ટીશિયન તરીકે ઓળખાવ્યો હતો. તેમજ કહ્યું હતું કે તેમની પાસે વિકેટની પાછળ એક વ્યક્તિ છે જે તેમને કહેતો રહે છે કે આ વિકેટ પર શું કરવું જોઈએ જે યોગ્ય હશે અને આ બોલરોને ઘણી મદદ કરે છે. જે ટીમને સફળ થવામાં ઘણી મદદ કરે છે.
Hardik Pandya said, “there’s a man behind the stumps (MS Dhoni) who tells their bowlers what’s working, that helps”. pic.twitter.com/Y0xgkwvfEj
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 14, 2024
આ સમાચાર પણ વાંચો : Hardik Pandya: Hardik Pandya એ છેલ્લી ઓવર નાખી અને છગ્ગા નો વરસાદ થયો. ધોવાઈ ગયો હાર્દિક પંડ્યા… જુઓ વિડીયો..
આ એક લક્ષ્ય હતું જે અમારે ચોક્કસપણે હાંસલ કરવું જોઈતું હતું. પરંતુ તેઓએ ખૂબ જ સારી બોલિંગ કરી, જેમાં પથિરાનાએ સૌથી મોટો ઝટકો આપ્યો હતો. સીએસકે તેમના આયોજનમાં અને મેચ દરમિયાન તેને કેવી રીતે અમલમાં મૂકવું તે વધુ સારું દેખાતું હતું. તેમની પાસે વિકેટની પાછળ એક વ્યક્તિ છે જે તેમને કહેતો રહે છે કે આ વિકેટ પર શું કરવું જોઈએ જે યોગ્ય હશે અને આ બોલરોને ઘણી મદદ કરે છે. આ પીચ પર બોલ થોડો રોકાઈને આવી રહ્યો હતો. અમારે સારી બેટિંગ કરવી જોઈતી હતી. પથિરાના બોલિંગ કરવા આવ્યો ત્યાં સુધી અમે લક્ષ્યનો પીછો કરતી વખતે ખૂબ જ સારી શરૂઆત કરી હતી. જો કે તે બાદ બે વિકટે ગેમ પલટી નાખ્યો હતો.
આ નિવેદન બાદ સોશિયલ મિડીયા પર ચાહકોએ હાર્દિક પંડ્યા પર પ્રશ્નોનો મારો ઉભો કરી દીધો છે. ઘણા ચાહકોએ હાર્દિકને પ્રશ્ન પુછતા કહ્યું હતું કે ચેન્નઈનો કેપ્ટન તો સ્ટમ્પ પાછળ સારુ રમી રહ્યો હતો. પરંતુ મુંબઈ ટીમના કેપ્ટન તરીકે ટીમમાં તમારુ યોગદાન શું હતું. તમારી કામગીરી ટીમમાં શું હતી…
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)