ICC World Cup 2023: વર્લ્ડકપ નિમિત્તે આ સ્ટેડિયમના પાર્કિંગ ચાર્જમાં વધારો: હવે ટુવ્હીલર-ફોર વ્હીલર માટે ચૂકવવા પડશે આટલાં રૂપિયા, જાણો શું રહેશે નવા દર..વાંચો વિગતે અહીં..

ICC World Cup 2023: ICC ODI ક્રિકેટ વર્લ્ડ કપ 2023 શરૂ થવામાં માત્ર બે દિવસ બાકી છે. આ વખતે વર્લ્ડકપ 5 ઓક્ટોબરથી લઈને 19 નવેમ્બર સુધી ભારતની ધરતી પર રમાવાનો છે. પહેલીવાર આવું થઈ રહ્યું છે જ્યારે ભારત એકલા વર્લ્ડ કપની મેજબાની કરવા જઈ રહ્યું છે.

by Hiral Meria
ICC World Cup 2023: Parking charges hiked for World Cup in Ahmedabad

News Continuous Bureau | Mumbai

ICC World Cup 2023: ICC ODI ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ( Cricket World Cup ) શરૂ થવામાં માત્ર બે દિવસ બાકી છે. આ વખતે વર્લ્ડકપ 5 ઓક્ટોબરથી લઈને 19 નવેમ્બર સુધી ભારત ( India ) ની ધરતી પર રમાવાનો છે. પહેલીવાર આવું થઈ રહ્યું છે જ્યારે ભારત એકલા વર્લ્ડ કપની મેજબાની કરવા જઈ રહ્યું છે. આ પહેલા ભારતે 1987 ,1996 અને 2011ના વર્લ્ડ કપની સંયુક્ત મેજબાની કરી હતી. વર્લ્ડ કપ 2023માં કુલ 10 ટીમો ભાગ લેવા જઈ રહી છે. તેમાંથી 8 ટીમોને ડાયરેક્ટ એન્ટ્રી મળી છે, જ્યારે શ્રીલંકા અને નેધરલેન્ડે વર્લ્ડ કપ ક્વોલિફાયર દ્વારા આ મેગા ઇવેન્ટ માટે સ્થાન મેળવ્યું છે. વર્લ્ડ કપ માટેની તમામ ટીમોની સ્ક્વોડ પણ ફાઈનલ થઈ ચૂકી છે.

અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ (Ahmedabad) ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ( Narendra Modi Stadium ) માં વર્લ્ડકપની ફાઈનલ સહિત 5 મેચો રમાશે. ત્યારે અમદાવાદમાં વર્લ્ડ કપ મેચ માટે વાહનોના પાર્કિગ ચાર્જમાં ( parking charges ) વધારો થયો છે. ખાનગી પાર્કિંગ ચાર્જમાં રૂ.50નો વધારો કરાયો છે. વાહન પાર્કિંગ ( Vehicle parking ) માટે લોકોએ ટુ-વ્હીલર માટે રૂપિયા 100 અને ફોર-વ્હીલર માટે રૂપિયા 250 ચાર્જ ચૂકવવાનો રહેશે.

અડધો કિલોમીટરથી લઇને અઢી કિલોમીટર સુધી વાહન પાર્કિંગ માટે વ્યવસ્થા કરવામાં આવી…

ક્રિકેટના મહાકુંભમાં મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનો સાથે મેચ જોવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચશે. ત્યારે દર્શકોને કોઈ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. સ્ટેડિયમના અડધો કિલોમીટરથી લઇને અઢી કિલોમીટર સુધી વાહન પાર્કિંગ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ટુ-વ્હીલર અને ફોર વ્હીલરના પાર્કિંગ માટે અલગ અલગ પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Delhi Police Raid: દિલ્હી પોલિસની મોટી કાર્યવાહી! દિલ્હી પોલીસે પત્રકારો અને સામાજિક કાર્યકર્તાઓના 30 સ્થળો પર દરોડા પાડ્યા, મોબાઈલ-લેપટોપ જપ્ત..જાણો શું છે આ સંપુર્ણ મામલો… વાંચો વિગતે અહીં..

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ વાહન પાર્કિંગ માટે કુલ 15 જેટલા પાર્કિંગ પ્લોટ પણ ખાનગી એજન્સીઓ દ્વારા ભાડે રાખવામાં આવ્યા છે. આ 15 પાર્કિંગ પ્લોટમાં કુલ 15,000 ટુ-વ્હીલર અને 7,250 જેટલા ફોર વ્હીલર પાર્ક કરી શકાશે.

અમદાવાદમાં વર્લ્ડ કપ મેચ માટે ખાનગી પાર્કિંગ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. વાહન પાર્કિંગ માટે લોકોએ ટુ-વ્હીલર માટે રૂપિયા 100 અને ફોર-વ્હીલર માટે રૂપિયા 250 ચાર્જ ચૂકવવાનો રહેશે. પાર્કિગ માટે એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ચૂક્યું છે. વાહનચાલકો Show My Parking નામની એપ્લિકેશન મારફતે ઓનલાઈન પાર્કિંગ બુક કરાવી શકે છે. આપને જણાવી દઈએ કે, પહેલા ખાનગી પાર્કિંગ પ્લોટમાં પાર્કિગ ચાર્જ ટુ વ્હીલરના રૂ.50 અને કારના રૂ.200 હતા.

– 5 ઓક્ટોબર – ઈંગ્લેન્ડ Vs ન્યૂઝીલેન્ડ
– 14 ઓક્ટોબર – ભારત Vs પાકિસ્તાન
– 4 નવેમ્બર – ઓસ્ટ્રેલિયા Vs ઈંગ્લેન્ડ
– 10 નવેમ્બર – અફઘાનિસ્તાન Vs દ.આફ્રિકા
– 19 નવેમ્બર – વર્લ્ડ કપ ફાઈનલ

આ સમાચાર પણ વાંચો : Aligarh Muslim University: ઉત્તર પ્રદેશની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે અથડામણ, ગોળીબારમાં આટલા ઘાયલ.. જાણો સંપુર્ણ મામલો વિગતે.. વાંચો અહીં..

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More