News Continuous Bureau | Mumbai
Rohit Sharma: વર્લ્ડકપ(World Cup) વચ્ચે ભારતીય કેપ્ટન રોહિત શર્મા ચર્ચામાં આવ્યા છે. હિટમેન પર પોલીસે ત્રણ મેમો(memo) જારી કર્યા છે. મામલો એવો છે કે, હાઇવે પર રોહિત શર્મા તેની લક્ઝરી કાર 200 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે ચલાવવી હતી, જે ઓવરસ્પીડિંગ(overspeeding) કરવું હિટમેનને મોંઘુ પડ્યું છે. પાકિસ્તાન સામેની મેચ પૂરી કરી બે દિવસ માટે તે મુંબઈ આવ્યો હતો. બાંગ્લાદેશ સામેની મેચ પુણે યોજાવાની છે ત્યારે મુંબઈથી પુણે જતી વખતે રોહિત શર્માએ કારને 200 કિમી પ્રતિ કલાકથી વધુની સ્પીડે ચાલવી હતી.
ટ્રાફિક અધિકારીઓના અહેવાલો અનુસાર, રોહિત શર્મા મુંબઈ-પુણે એક્સપ્રેસવેથી મુંબઈથી પૂણેની મુસાફરી કરી હતી. હાઈવે પર સ્પીડ લિમિટ 100 કિમી પ્રતિ કલાક હતી, પરંતુ રોહિતે કાર 200 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે ભગાવી હતી. વધુમાં અધિકારી દ્વારા જાણવામાં આવ્યું કે, ઝડપ અને નિયમો તોડવાને કારણે રોહિત શર્મા સામે ત્રણ ઓનલાઈન ટ્રાફિક ચલણ(E challan) જારી કરવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Navratri recipe: નવરાત્રીમાં બનાવો કોળાનું શાક, નોંધી લો આ ખાટી-મીઠી રેસીપી..
મેચ પહેલા ઝડપ કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો….
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા પર બાંગ્લાદેશ સામેની મેચ પહેલા ઝડપ કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. રોહિત શર્મા પુણે-મુંબઈ એક્સપ્રેસ વે પર ખૂબ જ તેજ ગતિએ કાર ચલાવી રહ્યો હતો, ત્યારબાદ તેનું ચલણ જારી કરવામાં આવ્યું હતુ. રિપોર્ટ અનુસાર, રોહિતને (Rohit Sharma) ઝડપ માટે ત્રણ ટ્રાફિક ચલણ મળ્યા છે. બાંગ્લાદેશ સામેની મેચમાં હાજરી આપવા માટે રોહિત શર્મા પોતાની કાર ચલાવીને મુંબઈથી પૂણે જઈ રહ્યો હતો.