Ricky Ponting Viral Video: ઉધ્ધત ઓસ્ટ્રેલિયા ના ખેલાડીઓનો આ વિડીયો યાદ છે? આ વખતે શરદ પવારના સ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હશે…. શું છે દમ? જાણો શું છે આ સંપુર્ણ મામલો..

Ricky Ponting Viral Video: વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો 20 વર્ષ બાદ ફરી ફાઈનલમાં સામસામે ટકરાશે. જોકે, ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં ત્યારના તત્કાલીન ICC પ્રમુખ શરદ પવાર સાથે ઓસ્ટ્રેલિયન ટીમ દ્વારા ખરાબ વર્તન થયું હતું..

by Hiral Meria
Ricky Ponting Viral Video Do you remember this video of Australian players This time Prime Minister Narendra Modi will be in place of Sharad Pawar

News Continuous Bureau | Mumbai

Ricky Ponting Viral Video: વર્લ્ડ કપ 2023 ( World Cup 2023 ) ની ફાઇનલ મેચ ભારત ( Team india ) અને ઓસ્ટ્રેલિયા ( IND vs AUS ) વચ્ચે રમાશે. અમદાવાદ ( Ahmedabad ) ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ( Narendra Modi Stadium ) બંને ટીમો 20 વર્ષ બાદ ફરી ફાઈનલમાં સામસામે ટકરાશે. ફાઇનલ મેચ રવિવારે ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે. જોકે, ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગ ( Ricky Ponting ) નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો વર્ષ 2006નો છે. આ વીડિયોમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગ ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ તત્કાલીન ICC પ્રમુખ શરદ પવાર ( Sharad Pawar ) સાથે ખરાબ વર્તન કરતા જોવા મળી રહ્યા છે.

વાસ્તવમાં ઓસ્ટ્રેલિયાના ( Australia ) કેપ્ટન રિકી પોન્ટિંગે તત્કાલિન ICC પ્રમુખ શરદ પાસેથી ટ્રોફી છીનવી લીધી હતી. તેમણે શરદ પવારને પણ ત્યાંથી જવાનું કહ્યું હતું. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યો છે. ભારતીય ચાહકોનું કહેવું છે કે ઓસ્ટ્રેલિયાના ખરાબ વર્તનનો બદલો લેવાનો સમય આવી ગયો છે. વર્લ્ડકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતીય ટીમ ચોક્કસપણે બદલો લેશે.

ફાઈનલ મેચ 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે..

ભારત સિવાય ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યું હતું. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવ્યું હતું. તે જ સમયે, ઓસ્ટ્રેલિયાએ બીજી સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 3 વિકેટે હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. હવે ટાઈટલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

આ સમાચાર પણ વાંચોઃ Bandra Cylinder Blast : મુંબઈના બાંદ્રામાં ગેસ સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ, ८ લોકો ઘાયલ..જાણો વિગતે..

વાયરલ વિડીયોમાં જોવા મળતી ટૂર્નામેન્ટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા લીગ મેચમાં સામસામે હતા. તે મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. તો સવાલ હવે એમ છે આ વખતે ફરી ભારત ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. તેમ જ આ મેચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તેમજ હાલ BCCIના અધ્યક્ષ જય શાહ પણ હાજર રહેશે. તો શું આ વખતે ફરી ઓસ્ટ્રેલિયન ટીમનો સુકાની પેટ કમિન્સ આવી ઉધ્ધતાઈ કરશે, શું છે દમ… જેવા પ્રશ્ન લોકો 2006નો વિડીયો શેર કરીને પુછી રહ્યા છે. જેનો જવાબ કદાચ રવિવારે ફાઈનલમાં જ મળી શકશે. જેમાં ભારતીય ટીમ જીત સાથે કદાચ આ સંપુર્ણ મામલાનો અંત લાવશે.

Join Our WhatsApp Community

You may also like