World Cup 2023: વર્લ્ડ કપ 2023માં પહોંચ્યું ઈઝરાયેલ- હમાસ યુદ્ધ, ચાલુ મેચમાં પાકિસ્તાની ચાહકોએ પેલેસ્ટાઇનનો ધ્વજ લહેરાવાયો, 4 લોકોની અટકાયત.. જાણો સમગ્ર મામલો વિગતે અહીં..

World Cup 2023: ICC ODI વર્લ્ડ કપ 2023માં મંગળવારે બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં બાબર આઝમની કેપ્ટન્સીમાં પાકિસ્તાને શાનદાર સ્ટાઈલમાં જીત મેળવી હતી અને સેમીફાઈનલની પોતાની આશાઓ અકબંધ રાખી હતી…

by Hiral Meria
World Cup 2023 World Cup 2023 reaches Israel-Hamas war, Pakistani fans wave Palestine flag in ongoing match, 4 people detained..

News Continuous Bureau | Mumbai

World Cup 2023: ICC ODI વર્લ્ડ કપ 2023 ( ICC World Cup ) માં મંગળવારે બાંગ્લાદેશ અને પાકિસ્તાન (PAK vs BAN) વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં બાબર આઝમ ( Babar Azam ) ની કેપ્ટન્સીમાં પાકિસ્તાને શાનદાર સ્ટાઈલમાં જીત મેળવી હતી અને સેમીફાઈનલની પોતાની આશાઓ અકબંધ રાખી હતી. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ( Eden Garden ) ખાતે રમાઈ હતી. પરંતુ આ સમય દરમિયાન ફરી એકવાર હમાસ-ઈઝરાયેલ યુદ્ધ  ( Israel Hamas War ) વર્લ્ડ કપની મધ્યમાં પ્રવેશી ગયું છે. કોલકાતા મેચ દરમિયાન 3 થી 4 છોકરાઓ પેલેસ્ટાઈનનો ધ્વજ ( Palestine Flag ) ફરકાવતા જોવા મળ્યા હતા. તે પેલેસ્ટાઈન ઝિંદાબાદના નારા પણ લગાવતા જોવા મળ્યા હતા. આ કેસ બાદ વિવાદ ઘણો વધી ગયો હતો.

મળતી માહિતી મુજબ આ ઘટના ઈડન ગાર્ડનના G1 અને H1 બ્લોકમાં બની હતી. બાંગ્લાદેશની ઈનિંગ દરમિયાન કેટલાક દર્શકો અને પોલીસકર્મીઓએ જોયું કે કેટલાક લોકોએ પેલેસ્ટાઈનનો ધ્વજ લહેરાવ્યો હતો. તેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

પાકિસ્તાન ( Pakistan ) અને બાંગ્લાદેશ ( Bangladesh )  વચ્ચે રમાયેલી મેચ દરમિયાન પેલેસ્ટાઇનનો ધ્વજ લહેરાવાયો…

પોલીસે આપેલી માહિતી મુજબ ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં ગઈકાલે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન પેલેસ્ટાઇનનો ધ્વજ લહેરાવવા બદલ ચાર લોકોની અટકાયત કરવામાં આવી હતી. જો કે પૂછપરછ બાદ તમામને છોડી મુકવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ચારેયને મેદાન પોલીસ સ્ટેશનમાં અસ્થાયી રૂપે કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પ્રાથમિક પૂછપરછ બાદ ચારેય પોલીસ સ્ટેશનથી છોડી મુકવામાં આવ્યા હતા. માહિતી મુજબ તેઓ બેલી, ઈકબાલપોર અને કરાયા પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી છે.

આ સમાચાર પણ વાંચો :  Maratha Reservation: મરાઠા આંદોલન વચ્ચે મહારાષ્ટ્ર સરકારના આ નેતાના કાફલા પર હુમલો..જાણો શું છે આ સમગ્ર મામલો..વાંચો વિગતે અહીં..

પોલીસે અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘અમે તેઓને ગેટ નંબર 6 અને બ્લોક G1 પાસે પેલેસ્ટાઈનનો ધ્વજ લહેરાવતા કસ્ટડીમાં લીધા હતા. પહેલા તો ઈડન ગાર્ડનમાં તૈનાત પોલીસકર્મીઓ સમજી શક્યા ન હતા કે દેખાવકારો સ્ટેડિયમમાં શું કરી રહ્યા છે. પછી કસ્ટડીમાં લેતા પહેલા તેઓએ પેલેસ્ટાઈનનો ધ્વજ લહેરાવ્યો હતો, પરંતુ કોઈ નારા લગાવ્યા નહોતા.’ સ્ટેન્ડમાં પેલેસ્ટાઇનના ધ્વજ સાથે દર્શકોનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More