News Continuous Bureau | Mumbai
IND V/S PAK: અમદાવાદ (Ahmedabad) ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં ભારત પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે મેચ રમાવવાની છે. જેને લઈને તૈયારીઓ ચાલી રહી છે. સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. સાથે મેચ જોવા આવનાર લોકો માટે પાણી અને પાર્કિગ તેમજ સ્ટેડિયમ સુધી પહોંચવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો ગુજરાત બહારથી પણ આવવાના છે. ફ્લાઈટો ફુલ છે અને ટ્રેનમાં પણ વેટીંગ શરુ થઇ ગયું છે, ત્યારે પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ( Superfast Special Train ) દોડાવશે.
અમદાવાદમાં યોજાનારી ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ ( Cricket match ) જોવા આવતા ક્રિકેટ ચાહકોના વધારાની ભીડને સમાવવા માટે પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનોની જોડી ચલાવશે. આ ટ્રેન નંબર 09013/09014 મુંબઈ સેન્ટ્રલ- અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ અને ટ્રેન નંબર 09013 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સ્પેશિયલ મુંબઈ સેન્ટ્રલ શુક્રવાર, 13 ઓક્ટોબર, 2023ના રોજ 21.30 કલાકે ઉપડશે. જે બીજા દિવસે 05.30 કલાકે અમદાવાદ પહોંચશે.
Fans Shouldn’t Get Caught Out!
WR to run 2 special trains btwn Mumbai & Ahemdabad to clear extra rush of cricket fans attending India Vs Pakistan Match at Ahmedabad on 14/10/23.
Booking will open from 12/10/2023.
#CricketWorldCup2023 #IndiaVsPakistan #india #CricketFever pic.twitter.com/szEngOfMpl
— Western Railway (@WesternRly) October 11, 2023
બુકિંગ 12 ઓક્ટોબર 2023થી શરુ…
તેવી જ રીતે, ટ્રેન નંબર 09014 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ અમદાવાદથી રવિવાર, 15 ઓક્ટોબર 2023ના રોજ 04.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે 12.10 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં દાદર, બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત અને વડોદરા જંકશન સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.
આ સમાચાર પણ વાંચો : TV Sale: પિતૃપક્ષ દરમિયાન ટીવી કંપનીઓ લાવી બમ્પર સેલ, બજારમાં ટીવીની જબરદસ્ત માંગ.. જાણો શું છે કારણ.. વાંચો વિગતે અહીં..
ટ્રેન નંબર 09013 અને 09014 માટે બુકિંગ 12 ઓક્ટોબર 2023થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે. સ્ટોપેજ અંગેની વિગતવાર માહિતી www.enquiry.indianrail.gov.in પરથી જાણી શકાશે.