Site icon

IND vs AUS: રોહિત શર્માએ સિક્સર ફટકારીને ઈતિહાસ રચ્યો, T20 ક્રિકેટમાં આવું કરનાર બન્યો પ્રથમ ખેલાડી.. જાણો શું છે રોહિતનો આ રેકોર્ડ..

IND vs AUS: રોહિત શર્માએ ઈન્ટરનેશનલ ટી20 ક્રિકેટના ઈતિહાસમાં 200 સિક્સર પૂ્ર્ણ કર્યા છે. રોહિત T20 ક્રિકેટના ઈતિહાસમાં 200 સિક્સર પુરા કરનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

IND vs AUS Rohit Sharma hit 200 sixes in T20 cricket, became the only player to do so in T20.

IND vs AUS Rohit Sharma hit 200 sixes in T20 cricket, became the only player to do so in T20.

News Continuous Bureau | Mumbai

 IND vs AUS: રોહિત શર્મા હવે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટના ( T20 cricket ) ઈતિહાસમાં 200 સિક્સર પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. સુપર-8 મેચમાં ઓસ્ટ્રેલિયા સાથેની મેચ પહેલા રોહિતે તેની આંતરરાષ્ટ્રીય T20 કારકિર્દીમાં 195 સિક્સર ફટકારી હતી, પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તેણે 5 સિક્સર ફટકાર્યા બાદ તેણે 200 સિક્સરનો આંકડો સ્પર્શી લીધો હતો. આ મેચમાં રોહિતે મિચેલ સ્ટાર્કની ઓવરમાં 4 સિક્સ અને 1 ફોર ફટકારીને કુલ 29 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા સામેની આ જ મેચમાં રોહિતે ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત માટે ત્રીજી સૌથી ઝડપી અડધી સદી પણ ફટકારી હતી. 

Join Our WhatsApp Community

રોહિત શર્માએ ( Rohit Sharma ) લાંબા સમય પહેલા આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં ( International T20 Cricket ) સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. રોહિત શર્માએ પોતાના કરિયરની 157 મી T20 મેચમાં 200 સિક્સર ( Six ) ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ યાદીમાં બીજા સ્થાને ન્યુઝીલેન્ડનો માર્ટિન ગુપ્ટિલ છે, જેણે અત્યાર સુધીમાં 173 સિક્સર ફટકારી છે. ત્રીજા નંબર પર રહેલા જોસ બટલર તેનાથી ઘણો પાછળ છે, જેણે અત્યાર સુધી 137 સિક્સર ફટકારી છે. જો આપણે T20 ક્રિકેટમાં બીજા નંબર પર સૌથી વધુ સિક્સ ફટકારનાર ભારતીય બેટ્સમેન વિશે વાત કરીએ તો તે છે સૂર્યકુમાર યાદવ. સૂર્યકુમારે અત્યાર સુધી 66 મેચમાં 129 સિક્સર ફટકારી છે.

આ સમાચાર પણ વાંચો :  Emergency: લોકસભાની ચૂંટણી જીત્યા બાદ કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સીની રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, આ દિવસે મોટા પડદા પર આવશે ફિલ્મ

 IND vs AUS: રોહિતે સતત ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા અને માત્ર 19 બોલમાં તેની અડધી સદી પૂરી કરી હતી..

ઓસ્ટ્રેલિયા ( Australia ) સામેની સુપર-8 મેચમાં વિરાટ કોહલી વહેલો આઉટ થયો હોવા છતાં રોહિત શર્મા શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. રોહિતે સતત ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા અને માત્ર 19 બોલમાં તેની અડધી સદી પૂરી કરી હતી, જે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતીય બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલી ત્રીજી સૌથી ઝડપી અડધી સદી હતી. તેના પહેલા કેએલ રાહુલે 2021 વર્લ્ડ કપમાં 18 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. T20 વર્લ્ડ કપના ( T20 World Cup ) ઈતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ હજુ પણ યુવરાજ સિંહના નામે છે, જેણે 2007 વર્લ્ડ કપમાં માત્ર 12 બોલમાં 50 રન પૂરા કર્યા હતા.

 

Shreyas Iyer Injury: શ્રેયસ ઐયરની હેલ્થ પર મોટું અપડેટ, સિડનીમાં ડોક્ટર તેમની સાથે હાજર
Commonwealth Games 2030: ઐતિહાસિક જીત! અમદાવાદમાં યોજાશે 2030 કોમનવેલ્થ ગેમ્સ: ભારતને યજમાની કેવી રીતે મળી?
Alyssa Healy: એલિસા હિલીની કપ્તાની ઇનિંગ્સથી ઓસ્ટ્રેલિયાનો મહિલા વનડેમાં સૌથી સફળ રનચેઝ
Rinku Singh extortion case: ક્રિકેટ જગતમાં સનસનાટી: રિંકુ સિંહ અને ઝીશાન સિદ્દીકી ને D-કંપનીના નામે ધમકી, ₹ ૫ કરોડની ખંડણી રેકેટનો પર્દાફાશ
Exit mobile version