News Continuous Bureau | Mumbai
IND vs NZ: ભારતીય ક્રિકેટ ( Team India ) ટીમનો આઈસીસી (ICC ) વનડે વર્લ્ડ કપ (ODI World Cup) અત્યાર સુધી શાનદાર રહ્યો છે. સતત ચાર મેચમાં જીત મેળવીને ટીમ ઈન્ડિયા હવે 5મી મેચની તૈયારી કરી રહ્યુ છે. ન્યુઝીલેન્ડની ( New Zealand ) ટીમથી ભારતનો સામનો થવાનો છે, જેના ખાતામાં પણ ચારમાંથી ચાર જીત છે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ઈજા થવાથી મેચમાં રમી શકે તેમ નથી. તેમની જગ્યા પર કેપ્ટન રોહિત શર્મા ( Rohit Sharma ) બોલરનો કે પછી બેટ્સમેનને ( batsman ) સ્થાન આપશે તે સવાલ થઈ રહ્યો છે.
Raring to go in Dharamsala ⛰️💪#TeamIndia | #CWC2023 | #INDvNZ | #MenInBlue pic.twitter.com/gQKFNcksg4
— BCCI (@BCCI) October 21, 2023
ન્યૂઝીલેન્ડ સામે રમાનારી મેચ પહેલાં જ નેટપ્રેક્ટિસ દરમિયાન સૂર્યકુમાર યાદવ ( Suryakumar Yadav ) ઈજાગ્રસ્ત ( injured ) થઈ ગયો છે. તે હાથમાં પટ્ટી બાંધેલો જોવા મળ્યો હતો. પછી પ્રેક્ટિસમાં આવ્યો જ નહોતો. તેના રમવા પર પણ શંકા છે. જ્યારે ઈશાન કિશનને મધમાખી કરડી ગઈ હોવાથી તેના રમવા સામે પણ આશંકા છે. હાર્દિક પંડ્યા પહેલાથી ઈજાગ્રસ્ત છે. ત્યારે રવિન્દ્ર જાડેજા પણ ઈજાગ્રસ્ત હોવાના અહેવાલ છે. આ તમામ અહેવાલો વચ્ચે આજે ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામે પ્લેઈંગ 11 નક્કી કરવાનો મોટો પડકાર છે.
મોહમ્મદ શમી અથવા આર અશ્વિનને આ મેચમાં મોકો મળી શકે છે…
આઈસીસી વનડે વર્લ્ડ કપમાં ( ICC ODI World Cup ) ભારતીય ટીમ પોતાના વિજય અભિયાનને જારી રાખવા માટે ન્યુઝિલેન્ડ સામે ઉતરશે. આ મેચ પહેલા બાંગ્લાદેશ સામે રમતા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ઈજા થઈ હતી. ન્યુઝિલેન્ડ સામે મેચમાં તે રમી નહી શકે અને તેની જગ્યા પર પ્લેઈંગ ઈલેવનમાંથી કોને મોકો આપવામાં આવશે કે કેમ તે મોટો સવાલ છે. કેપ્ટન રોહિત શર્મા પોતાના સ્ટાર ખેલાડી જગ્યાએ બેસ્ટમેનને સામેલ કરવા ઈચ્છે છે કે પછી બોલરને સ્થાન આપશે તે જોવુ રહેશે.
આ સમાચાર પણ વાંચો : America: પત્ની સાથે સુવાનું પડ્યું મોંઘું, કોર્ટે પુરુષને આટલા વર્ષની જેલની સજા ફટકારીઃ હકિકત જાણીને તમે પણ વિચારતા રહી જશો.. વાંચો વિગતે અહીં…
કેપ્ટન રોહિત શર્મા જો બોલિંગને મજબુતી આપવા માંગે છે તો ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યાની જગ્યાએ મોહમ્મદ શમી અથવા આર અશ્વિનને મોકો આપવો જોઈએ, શમીના આવવાથી ફાસ્ટ બોલિંગનો વિકલ્પ વધશે જ્યારે અશ્વિન સ્પિનરમાં મજબૂતી આપશે. બેસ્ટમેનમાં જો કેપ્ટન મજબૂતી આપવા માંગે છે તો પણ આ વિકલ્પ છે. ઈશાન કિશન અને સુર્યકુમાર યાદવમાંથી કોઈ એકને મોકો આપવો આપવામાં આવી શકે છે.