India vs Pakistan: ભારત સામે પાકિસ્તાનનું નાક કપાયું! ટીમની શરમજનક હાલત જોઈ PCB ચીફ મોહસિન નકવી મેચ અધવચ્ચે જ છોડીને ભાગ્યા, વીડિયો થયો વાયરલ.

નકવીની 'એક્ઝિટ' ચર્ચાનો વિષય: વિકેટો પડતી જોઈ સ્ટેડિયમ છોડીને ભાગ્યા પાકિસ્તાની બોર્ડના અધ્યક્ષ; અક્ષર-બુમરાહ અને હાર્દિકે તોડી કમર.

by samadhan gothal
India vs Pakistan ભારત સામે પાકિસ્તાનનું નાક કપાયું! ટીમની શરમજનક હાલત જોઈ PCB ચીફ મોહસિન

News Continuous Bureau | Mumbai
India vs Pakistan કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલા ICC મેન્સ T20 વર્લ્ડ કપ ૨૦૨૬ ના મહામુકાબલામાં ભારત સામે પાકિસ્તાનની બેટિંગ લાઈન-અપ ફરી એકવાર પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગઈ હતી. ૧૭૬ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ માત્ર ૧૧૪ રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ શરમજનક પ્રદર્શન જોઈ PCB ચેરમેન અને પાકિસ્તાનના આંતરિક મંત્રી મોહસિન નકવી મેચ અધવચ્ચે જ છોડીને જતાં રહ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાનની ઈનિંગ જ્યારે લથડવા માંડી અને ૩૪ રનમાં જ ૪ વિકેટ પડી ગઈ ત્યારે નકવી સ્ટેડિયમની બહાર નીકળતા કેમેરામાં કેદ થયા હતા. જોકે તેઓ વહેલા કેમ ગયા તે અંગે કોઈ સત્તાવાર કારણ સામે આવ્યું નથી, પરંતુ ચાહકો તેને પાકિસ્તાનની હારના ડર તરીકે જોઈ રહ્યા છે.

ઈશાન કિશનની તોફાની બેટિંગ અને ભારતનો સ્કોર

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી, પરંતુ ઓપનર ઈશાન કિશને ૭૭ રનની આક્રમક ઈનિંગ રમીને પાકિસ્તાની બોલરોને બરાબરના ફટકાર્યા હતા. તિલક વર્માના ૨૫ રન અને અંતમાં સૂર્યકુમાર યાદવ તથા રિંકુ સિંહના મહત્વના યોગદાનને કારણે ભારતે ૧૭૫/૭ નો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. પાકિસ્તાન તરફથી સેમ અયૂબે ૩ વિકેટ ઝડપી હતી.

ભારતીય બોલરો સામે પાકિસ્તાની બેટરો નતમસ્તક

૧૭૬ રનનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ શરૂઆતથી જ દબાણમાં દેખાઈ હતી. જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાએ શરૂઆતની ઓવરોમાં જ પાકિસ્તાની બેટ્સમેનોની લય તોડી નાખી હતી. અક્ષર પટેલે (૨/૨૯), હાર્દિકે (૨/૧૬) અને બુમરાહે (૨/૧૭) રન આપ્યા વગર વિકેટો ઝડપી હતી. વરુણ ચક્રવર્તીએ પણ ૨ વિકેટ લઈને પાકિસ્તાનની હાર પર મહોર મારી દીધી હતી. પાકિસ્તાન તરફથી ઉસ્માન ખાને ૪૪ રન બનાવીને થોડો સંઘર્ષ કર્યો હતો, પણ તે જીત માટે પૂરતો નહોતો.

આ સમાચાર પણ વાંચો : India US Trade Agreement 2026: અમેરિકા ઝૂક્યું? ભારતીય સામાન પરના ટેરિફમાં ૫૦% ની કાપ, રશિયન ઓઈલ પર પણ સ્થિતિ સ્પષ્ટ; જાણો કેવી રીતે ભારતને થશે બખ્ખાં.

ભારતની સતત ત્રીજી જીત, સુપર-૮ માં એન્ટ્રી

પાકિસ્તાન સામેની આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપમાં સતત ત્રીજી જીત મેળવી છે અને સત્તાવાર રીતે સુપર-૮ ચરણમાં પોતાની જગ્યા પક્કી કરી લીધી છે. બીજી તરફ, પાકિસ્તાન માટે હવે આગળની રાહ ઘણી મુશ્કેલ બની ગઈ છે. આ હાર બાદ પાકિસ્તાની ચાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને બોર્ડ ચેરમેનનું અધવચ્ચે જ મેચ છોડી જવું તેને વધુ હવા આપી રહ્યું છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More