News Continuous Bureau | Mumbai
Ind vs Zim: હાલમાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપ બાદ વચ્ચે ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય T20 ટીમની જાહેરાત કરવામાં આવી છે. બીસીસીઆઈએ સોમવારે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી.
Ind vs Zim: સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો
મહત્વનું છે કે ભારતીય ટીમ આવતા મહિને ઝિમ્બાબ્વેના પ્રવાસે પાંચ મેચની T20 શ્રેણી રમવા જશે. આ શ્રેણી 6 જુલાઈથી 16મી સુધી રમાશે. આ સિરીઝ માટે વર્લ્ડ કપમાં રમી રહેલા સ્ટાર ખેલાડીઓ સહિત મોટાભાગના સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. આ પ્રવાસ માટે કરોડો ભારતીય ક્રિકેટ ચાહકો આતુરતાથી ટીમની રાહ જોઈ રહ્યા હતા. કયા સિનિયર્સને આરામ આપવામાં આવ્યો છે તે જાણવા માટે દરેક જણ ઉત્સુક હતા.
Ind vs Zim: આ ખેલાડીઓની થઈ પસંદગી
ઝિમ્બાબ્વે પ્રવાસ માટે રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋષભ પંત અને સૂર્યકુમાર યાદવ સહિત ઘણા સિનિયરોને આરામ આપવામાં આવ્યો છે. અગાઉ એવી ચર્ચા હતી કે કેપ્ટનશીપ હાર્દિક પંડ્યા અથવા સૂર્યકુમાર યાદવમાંથી કોઈ એકને સોંપવામાં આવશે, પરંતુ બંનેએ પ્રવાસમાંથી બ્રેક લેવાનું યોગ્ય માન્યું હતું. ચાલો ટુર ટીમ પર એક નજર કરીએ
આ સમાચાર પણ વાંચો : T20 World Cup IND vs AUS: આખરે ફાઈનલનો બદલો લીધો, ભારતીય ટીમે કાંગારુઓને ધૂળ ચટાડી; સેમિફાઇનલમાં જગ્યા બનાવી..
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), નીતિશ રેડ્ડી, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર અને તુષાર દેશપાંડે.
Ind vs Zim: શુભમન ગિલને સોંપાઈ કમાન
ચોક્કસપણે આ પ્રવાસ ભાવિ યુવા ખેલાડીઓ માટે સિનિયર ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કરવાની શ્રેષ્ઠ તક છે. રિંકુ સિંહ, શુભમન ગિલ, અવેશ ખાન અને લેફ્ટી ફાસ્ટ બોલર ખલીલ અહેમદ, જેમને વર્લ્ડ કપ ટીમમાં રિઝર્વ પ્લેયર તરીકે સામેલ કરવામાં આવ્યા હતા તેમને પણ આ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. પરંતુ ચર્ચાઓથી વિપરીત, બીસીસીઆઈએ રુતુરાજ ગાયકવાડના સ્થાને શુભમન ગિલને કેપ્ટન તરીકે પસંદ કરીને તેની ભાવિ નીતિ સ્પષ્ટ કરી દીધી છે કારણ કે તે આગામી દિવસોમાં કેપ્ટન તરીકે કોને જોઈ રહ્યું છે.