News Continuous Bureau | Mumbai
India Vs. Pakistan Match : અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમની અંદર ભારત પાકિસ્તાનની વર્લ્ડ કપની પ્રથમ મેચ યોજાઈ રહી છે એજ તારીખે નવરાત્રિનો પ્રથમ દિવસ છે જેને જોતા સુરક્ષા એજન્સીઓએ તારીખો બદલવા માટે સૂચન કર્યું છે.
ભારતીય ટીમે આ વર્ષના અંતમાં યોજાનાર ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો સામનો કરશે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ બંને ટીમો 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સામસામે ટીમો ટકરાશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત-પાકિસ્તાન મેચની તારીખ બદલાઈ શકે છે.જે દિવસે બંને ટીમો વચ્ચે આ શાનદાર મેચ થવા જઈ રહી છે તે નવરાત્રિનો પહેલો દિવસ છે. ગુજરાતમાં આખી રાત ગરબા નૃત્ય સાથે ઉજવવામાં આવે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એજન્સીઓએ સુરક્ષાની ચિંતાઓને કારણે BCCIને મેચને કોઈ અન્ય તારીખે શિફ્ટ કરવાની સલાહ આપી છે.
બીસીસીઆઈ સુરક્ષા એજન્સીઓની સલાહ પર પણ વિચાર કરી રહી છે અને ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. એજન્સીઓએ બોર્ડને કહ્યું છે કે આવા પ્રસંગોએ ભારત વિરુદ્ધ પાકિસ્તાન જેવી હાઈ-પ્રોફાઈલ ગેમ્સ ટાળવી જોઈએ. આ મેચ માટે હજારો ચાહકો અમદાવાદ પહોંચવાના છે. જો મેચના શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવે તો ચાહકોને ભારે મુશ્કેલી પડી શકે છે. તે મેચ માટે અમદાવાદની લગભગ તમામ હોટલો બુક થઈ ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai: BMC આવતા વર્ષથી ખાનગી હાઉસિંગ સોસાયટીઓમાં વિનામુલ્યે વૃક્ષોની કાપણી.. વૃક્ષો પડતા થતી દુર્ધટનાને રોકવા માટે જોગવાઈ.. જાણો અહીંયા…
જો સમયપત્રકમાં ફેરફાર થશે તો મોટા પાયે હોટેલ બુકિંગ કેન્સલ થવાની સંભાવના છે. રસપ્રદ વાત એ છે કે ટૂર્નામેન્ટની ઓપનિંગ મેચ પણ અહીં 5 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાવાની છે. ટુર્નામેન્ટને બે મહિનાથી વધુ સમય બાકી છે, પરંતુ ટિકિટના વેચાણ અંગે હજુ સુધી કોઈ અપડેટ નથી. જેના કારણે ચાહકોની નિરાશા વધી છે. એવું માનવામાં આવે છે કે BCCI ભારત-પાકિસ્તાન મેચ પર અંતિમ નિર્ણય લીધા બાદ ટિકિટનું વેચાણ શરૂ કરશે.
અહેવાલો અનુસાર, BCCI આ માટે એક તત્કાલિક બેઠક પણ બોલાવી છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપમાં ચાર ગ્રુપ મેચો યોજાવાની છે જેમાં પ્રથમ મેચ તેમજ 19 નવેમ્બરે ટૂર્નામેન્ટની ફાઈનલ પણ યોજાશે.