News Continuous Bureau | Mumbai
IPL: સાઉદી અરેબિયા (Saudi Arabia) એ ગોલ્ફ (Golf) અને ફૂટબોલ (Football) બાદ ક્રિકેટની ટોચની ક્લબમાં પ્રવેશવાનું પ્લાનિંગ બનાવ્યું છે. જો કે, સાઉદી અરેબિયાની એન્ટ્રી રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના માધ્યમથી નહીં પરંતુ ક્રિકેટની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ, ઈન્ડિયન પ્રીમિયર લીગ અર્થાત આઈપીએલ (IPL) માં હિસ્સેદારી ખરીદવાની યોજના બનાવી રહી છે. ખરેખર, સાઉદી અરેબિયામાં T20 લીગના નિષ્ફળ પ્રયાસ બાદ IPLમાં હિસ્સો ખરીદવાની વાતો સામે આવી રહી છે.
રિપોર્ટ મુજબ સાઉદી અરેબિયા BCCI સાથે મળીને T20 લીગ શરૂ કરવા માંગે છે, અને આ માટે તે BCCI સાથે પણ ચર્ચા કરી રહ્યું છે. જો કે, હવે આ મામલે મળતા રિપોર્ટ મુજબ સાઉદી અરેબિયા એક અલગ વ્યૂહરચના સાથે 5 અબજ ડોલર સુધીનું રોકાણ કરવા માંગે છે.
આ સમાચાર પણ વાંચો : World Cup 2023: વર્લ્ડ કપ જીતવા માટે સિક્સર નો સહારો…. દક્ષિણ આફ્રિકાની આ સ્ટેટજી ભારત માટે ખતરનાક… વાંચો વિગતે અહીં..
રોકાણ સહિત 30 બિલિયન ડોલરની હોલ્ડિંગ કંપની બનાવવા માંગે છે..
એક અહેવાલ મુજબ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના સલાહકારોએ પણ આઈપીએલને લઈને ભારત સરકારના અધિકારીઓનો સંપર્ક કર્યો છે. આ કિસ્સામાં સાઉદી અરેબિયા IPLમાં પોતાના 5 બિલિયન ડોલરના રોકાણ સહિત 30 બિલિયન ડોલરની હોલ્ડિંગ કંપની બનાવવા માંગે છે. હકીકતમાં સપ્ટેમ્બર મહિનામાં જ્યારે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન જી-20 સમિટમાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા. તે દરમિયાન ભારત આવેલા સાઉદી અધિકારીઓએ તેમના ભારતીય સમકક્ષો સાથે આ મુદ્દે અનૌપચારિક વાતચીત કરી હતી.
તમને જણાવી દઈએ કે IPLમાં પહેલાથી જ બે સાઉદી બિઝનેસમેન સાઉદી અરેબિયા ટૂરિઝમ અને અરામકો સામેલ છે. જણાવી દઈએ કે આ ભારતીય ક્રિકેટ લીગ IPL વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ છે અને તેનો દિવસેને દિવસે વિસ્તાર થઈ રહ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગનો વિસ્તાર ભારતથી આગળ વધીને દક્ષિણ આફ્રિકા અને સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા સુધી પણ થયો છે. હવે જોવાનું એ રહેશે કે ભારત સરકાર અને BCCI સાઉદી અરેબિયાના આ પ્રસ્તાવ પર વિચાર કરવા સહમત થાય છે કે નહીં.