News Continuous Bureau | Mumbai
Kapil Dev On BCCI Central Contract: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ( BCCI ) એ તાજેતરમાં ભારતીય ખેલાડીઓની ( Indian players ) સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ જાહેર કરી હતી. આ વખતે કુલ 30 ખેલાડીઓને કોન્ટ્રાક્ટ લિસ્ટમાં સ્થાન મળ્યું છે. જેમાં A+ ગ્રેડમાં ચાર, ગ્રેડ Aમાં છ, ગ્રેડ Bમાં પાંચ અને ગ્રેડ Cમાં મહત્તમ 15 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખેલાડી સાથેનો આ કરાર સપ્ટેમ્બર 2023થી ઓક્ટોબર 2024 સુધીનો છે.
આ વખતે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની ( Central Contracts ) મોટી વાત એ છે કે શ્રેયસ અય્યર ( Shreyas Iyer ) અને ઈશાન કિશન ( Ishan Kishan ) તેમાં સામેલ કરવામાં આવ્યા નથી. બંને ખેલાડીઓને ડોમેસ્ટિક ક્રિકેટ ન રમવા બદલ આ કોન્ટ્રાક્ટમાંથી હટાવામાં આવ્યા હતા. તો આ અંગે ઈરફાન પઠાણ અને કીર્તિ આઝાદ જેવા દિગ્ગજ ખેલાડીઓએ બીસીસીઆઈના આ નિર્ણય સાથે સહમત ન હતા અને તેઓએ શ્રેયસ-ઈશાનને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું.
જોકે, હવે પૂર્વ ભારતીય ( Team India ) કેપ્ટન કપિલ દેવ હવે બીસીસીઆઈના સમર્થનમાં આવ્યા છે. કપિલ દેવ માને છે કે રણજી ટ્રોફી ( Ranji Trophy ) જેવી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટને પ્રોત્સાહન આપવું ખૂબ જ જરૂરી છે. કપિલ દેવનું માનવું છે કે જો આનાથી કેટલાક ખેલાડીઓ મુશ્કેલી થશે. તો થવા દો, કારણ કે દેશથી મોટું કોઈ નથી.
VIDEO | Here’s what veteran cricketer Kapil Dev said on #BCCI‘s decision to drop Ishan Kishan and Shreyas Iyer from central contract.
“I am so happy that the cricket board has taken a step forward for first-class cricket. The boys must play that, it’s good for the country.… pic.twitter.com/64SZGeyCYn
— Press Trust of India (@PTI_News) March 1, 2024
ખેલાડીઓએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવું જોઈએ, તે દેશ માટે સારું છેઃ કપિલ દેવ…
કપિલ દેવે મિડીયા સાથે વાત કરતા કહ્યું હતું કે, ‘હું ખૂબ જ ખુશ છું કે, ક્રિકેટ બોર્ડે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ માટે એક પગલું આગળ વધાર્યું છે. ખેલાડીઓએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવું જોઈએ, તે દેશ માટે સારું છે. દેશ માટે જે કંઈ સારું થઈ રહ્યું છે, હું તેનાથી ખુશ છું. હા, આનાથી કેટલાક ખેલાડીઓને નુકસાન થશે. તો તે થવું જોઈએ, કારણ કે દેશથી મોટું કોઈ નથી.
આ સમાચાર પણ વાંચો : Mohammad Ghaus Niazi : RSS નેતા રુદ્રેશની હત્યાના આરોપી આતંકવાદી ગૌસ નિયાઝીની દક્ષિણ આફ્રિકાથી ધરપકડ, હવે મુંબઈ લાવવામાં આવશે.
કપિલ દેવે વધુમાં કહ્યું હતું કે, ડોમેસ્ટિક ક્રિકેટનું મહત્વ જાળવી રાખવા માટે BCCIએ આ નિર્ણય લેવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતને પોતાની કેપ્ટનશિપમાં 1983નો વર્લ્ડ કપ જીતાડનાર કપિલ દેવે, એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘હું બીસીસીઆઈને ઘરેલુ ક્રિકેટની સ્થિતિ બચાવવા માટે જરૂરી પગલાં લેવા બદલ અભિનંદન આપું છું. આજે મને એ જોઈને દુઃખ થાય છે કે, કોઈ ખેલાડી એક વખત ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની જાતને સ્થાપિત કરી લે છે, પછી તે ડોમેસ્ટિક ક્રિકેટમાં ભાગ લેવાનું બંધ કરી દે છે.
ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા જારી કરાયેલા નવા વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ અંગે કપિલ દેવે કહ્યું કે આ નિર્ણયથી ચોક્કસ કેટલાક ખેલાડીઓ મુશ્કેલી થશે, પરંતુ ડોમેસ્ટિક ક્રિકેટને જીવંત રાખવા માટે બોર્ડ દ્વારા લેવાયેલું આ પગલું ખૂબ જ પ્રશંસનીય છે. હું આ નિર્ણય માટે BCCIને અભિનંદન આપવા માંગુ છું. આજના ખેલાડીઓ, એકવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાને સ્થાપિત કરી લીધા પછી, સ્થાનિક ક્રિકેટમાં ભાગ્યે જ રમતા જોવા મળે છે. બોર્ડે ઘણા સમય પહેલા જ તમામ ખેલાડીઓને આ સંદેશ આપી દેવો જોઈતો હતો
વિશ્વ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવે પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે મારું હંમેશાથી માનવું છે કે જે ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની રમતથી બધાને પ્રભાવિત કરે છે. તેઓને જ્યારે પણ સમય મળે ત્યારે સ્થાનિક ક્રિકેટમાં પોતાના રાજ્ય માટે રમવું જોઈએ.કારણ કે આનાથી સ્થાનિક ક્રિકેટને અને સ્થાનીક ખેલાડીઓને ઘણો સપોર્ટ મળે છે. વાર્ષિક ખેલાડીઓની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ બહાર પાડવાની સાથે BCCIએ ભૂતપૂર્વ ખેલાડીઓના પેન્શનમાં પણ વધારો કરવાનો નિર્ણય લીધો છે. કપિલ દેવે પણ આ નિર્ણય બદલ બોર્ડનો આભાર વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું કે મને ખુશી છે કે BCCIએ ખેલાડીઓની પેન્શનની રકમમાં વધારો કર્યો છે જે તે લોકો માટે ફાયદાકારક રહેશે જેમના પરિવાર પેન્શન પર નિર્ભર છે.
આ સમાચાર પણ વાંચો : IT Raid in Kanpur: કાનપુરમાં તંબાકુુ વેપારીના ઘરે ITના દરોડો.. 60 કરોડથી વધુની કાર, ચારેબાજુ નોટોના બંડલ, 15 કલાકથી દરોડા ચાલુ..
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)