News Continuous Bureau | Mumbai
LSG vs CSK: લખનૌ સુપરજાયન્ટ્સની ટીમ બેશક ચેન્નાઈ સામે ઘરઆંગણે મેચ રમી રહી હતી, પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીના નામે સ્ટેડિયમમાં ધૂમ મચાવી હતું. કારણ કે એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં ધોનીની જોરદાર બેટીંગ પ્રદર્શન જોઈને ચાહકોની ઈચ્છા પૂરી થઈ હતી. વાસ્તવમાં લખનૌ સામેની મેચમાં મહેન્દ્ર સિંહ ધોની બેટિંગ કરવા ડ્રેસિંગ રૂમમાંથી બહાર આવતા જ આખું સ્ટેડિયમ તેના નામના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. આખુ સ્ટેડિયમ પીળા પોશાકની જર્સીના રંગથી રંગાયેલું દેખાયું હતું. સ્ટેડિયમમાં એટલો હાઈ અવાજ હતો કે સ્માર્ટ વોચ પર એલર્ટ મેસેજ પણ આવવા લાગ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, લખનઉ સુપરજાયન્ટ્સના સ્ટાર ખેલાડી ક્વિન્ટન ડી કોકની ( quinton de kock ) પત્નીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી. આ સ્ટોરીમાં તેણે પોતાની સ્માર્ટ વોચ પર મળેલા એલર્ટનો ફોટો શેર કર્યો હતો. આ એલર્ટ મેસેજમાં ( alert message ) લખવામાં આવ્યું હતું કે સ્ટેડિયમમાં ( Ekana Cricket Stadium ) ઘોંઘાટ એટલો બધો છે કે જો કોઈ અહીં 10 મિનિટ સુધી સતત રહે તો તે બહેરો થઈ શકે છે. એલર્ટ મેસેજમાં 95 ડેસિબલ અવાજ માપવામાં આવ્યો હતો જે એકદમ ખતરનાક માનવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : Surat: સુરત કોર્ટમાં હવે લગ્નવિષયક તકરારોમાં કેસ દાખલ કર્યા વિના સુખદ સમાધાનની નિઃશુલ્ક વ્યવસ્થા
LSG vs CSK: લખનૌ સામેની આ મેચમાં ધોનીએ માત્ર 9 બોલનો સામનો કર્યો હતો..
લખનૌ સામેની આ મેચમાં ધોનીએ માત્ર 9 બોલનો સામનો કર્યો હતો, જેમાં તેણે 311ના સ્ટ્રાઈક રેટથી 28 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 3 ફોર અને 2 સિક્સ પણ ફટકારી હતી. ધોનીની ( Mahendra Singh Dhoni ) આ ઝડપી ઇનિંગના કારણે લખનૌની ટીમ નિર્ધારિત 20 ઓવરની રમતમાં 176 રન બનાવી શકી હતી. ધોની સિવાય રવિન્દ્ર જાડેજાએ CSK માટે 57 રનની અણનમ ઇનિંગ રમી હતી.
Making our day! 🥳🙌💥#ThalaDharisanam
— Chennai Super Kings (@ChennaiIPL) April 19, 2024
CSK સામેની મેચમાં લખનૌની ટીમે 176 રનના લક્ષ્યાંકનો પીછો કરતા 8 વિકેટે મેચ જીતી લીધી હતી . લખનૌ માટે કેએલ રાહુલે 82 રન અને ક્વિન્ટન ડી કોકે 54 રનનું યોગદાન આપ્યું હતું.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)