News Continuous Bureau | Mumbai
Hardik Pandya: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ( BCCI ) શ્રીલંકાના પ્રવાસ માટે ODI અને T20 ટીમની જાહેરાત કરી છે. સૂર્યકુમાર યાદવને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પરંતુ હાર્દિક પંડ્યા ખાલી હાથે રહ્યો હતો. કેપ્ટનની વાત તો છોડો, ટીમમાં તે વાઈસ કેપ્ટન પણ ન બની શક્યો નથી. જ્યારે પંડ્યા સિનિયર ખેલાડી છે અને સુકાની પણ રહી ચૂક્ચો છે. ગૌતમ ગંભીરના મુખ્ય કોચ બનતાની સાથે જ ટીમ ઈન્ડિયામાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યા છે.
રોહિત શર્માની ટી-20 નિવૃત્તિ બાદ ટીમ ઈન્ડિયા એક કેપ્ટનની શોધમાં હતી. ભારતીય ટીમે ઝિમ્બાબ્વે સામેની શ્રેણી માટે શુભમન ગિલને કેપ્ટન બનાવ્યો હતો. પરંતુ હવે સૂર્યાને શ્રીલંકા ( Sri Lanka ) સામેની ટી-20 શ્રેણી માટે આ તક મળી છે. સૂર્યા અનુભવી ખેલાડી છે. પરંતુ કેપ્ટનશિપના ( Team India Captain ) મામલે તે થોડો નવો છે. ટીમ ઈન્ડિયાની ( Team India ) વાત કરીએ તો હાર્દિક ટીમમાં સિનિયર ખેલાડી છે. પરંતુ તેમ છતાં હાર્દિક હાલ ટીમમાં માત્ર ખીલાડી જ બની રહી ગયો છે.
Hardik Pandya: હાર્દિક પંડ્યા માટે, 18મી જુલાઈ 2024ની તારીખ તેના અંગત જીવન અને ક્રિકેટ કારકિર્દી બંને માટે મહત્વપૂર્ણ રહ્યો હતો….
જો સૂર્યાના T20 રેકોર્ડ પર નજર કરીએ તો તે ભારત માટે 68 મેચ રમ્યો છે. આ દરમિયાન 2340 રન બનાવ્યા છે. સૂર્યાએ આ ફોર્મેટમાં 4 સદી અને 19 અડધી સદી ફટકારી છે. તેનો સર્વશ્રેષ્ઠ ટી20 સ્કોર 117 રન છે. સૂર્યાનો ઓવરઓલ T20 રેકોર્ડ પણ શાનદાર રહ્યો છે. તેણે 289 મેચમાં 7513 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 6 સદી અને 51 અડધી સદી ફટકારી છે.
ઓલરાઉન્ડર ખેલાડી પંડ્યાએ ટીમ ઈન્ડિયા માટે ઘણા પ્રસંગોએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને તેની પાસે કેપ્ટનશિપનો સારો અનુભવ પણ છે. પંડ્યા ચોક્કસપણે ODI ( Hardik Pandya ODI ) અને T20 ટીમનો ભાગ છે. પરંતુ નેતૃત્વની કોઈપણ ભૂમિકાથી તેને હાલ દૂર રાખવામાં આવ્યો છે. . પંડ્યાએ ભારત માટે અત્યાર સુધીમાં 100 T20 મેચ રમી છે. આ દરમિયાન તેણે 1492 રન બનાવ્યા છે. આ સાથે 84 વિકેટ પણ લીધી છે.
આ સમાચાર પણ વાંચો : Jagannath Mandir Ratna Bhandar: જગન્નાથ મંદિરના રત્ન ભંડારના અંદરના ભાગનું રહસ્ય શું છે? ASIએ સાત કલાક અંદર વિતાવ્યા બાદ હવે આ રહસ્ય ખોલ્યું.. જાણો વિગતે..
હાર્દિક પંડ્યા માટે, 18મી જુલાઈ 2024ની તારીખ તેના અંગત જીવન અને ક્રિકેટ કારકિર્દી બંને માટે મહત્વપૂર્ણ રહ્યો હતો. તેણે તે જ દિવસે તેની પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે અલગ થવાનું નક્કી કર્યું. જ્યારે તે જ દિવસે ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે તેની ટી-20 ટીમમાં ખેલાડી તરીકે પસંદગી કરવામાં આવી હતી. સૂર્યકુમાર યાદવ ટી-20માં અને રોહિત વનડેમાં કેપ્ટન રહેશે. હાર્દિકે ODI પહેલા જ બ્રેક લેવાની માંગ કરી હતી.
Hardik Pandya: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમ
ભારતની T20 ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, સનદર પટેલ, વોશિંગ , રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ અને મોહમ્મદ સિરાજ.
ભારતની ODI ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), શ્રેયસ અય્યર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ , રિયાન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ અને હર્ષિત રાણા.
ભારત-શ્રીલંકા શ્રેણીનું સમયપત્રક
27 જુલાઈ – 1લી T20, પલ્લેકલે
28 જુલાઈ – બીજી T20, પલ્લેકલે
30 જુલાઈ – 3જી T20, પલ્લેકલે
2 ઓગસ્ટ – 1લી ODI, કોલંબો
4 ઓગસ્ટ – 2જી ODI, કોલંબો
7 ઓગસ્ટ – ત્રીજી ODI, કોલંબો
આ સમાચાર પણ વાંચો : Indian Railways: ભારતીય રેલવે ટ્રેનોમાં સ્વચ્છતા અને પરિચાલન અનુશાસનના ઉચ્ચતમ ધોરણો જાળવવા માટે પ્રતિબદ્ધ