News Continuous Bureau | Mumbai
Rahul Dravid: કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ ( Team India Coach ) તેનો 2024નો T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ ઐતિહાસિક જીત બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ( BCCI ) એ ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. આ ઈનામમાંથી 5 કરોડ પૂર્વ હેડ કોચ રૂરાહુલ દ્રવિડને મળશે જોકે, દિલદાર દ્રવિડે વધારાનું બોનસ લેવાનો ઇનકાર કર્યો હતો. દ્રવિડે તેને કોચ તરીકે મળતું વધારાનું બોનસ લેવાની ના પાડી દીધી છે. તેનો ઉલ્લેખ કરતાં પૂર્વ ખેલાડી નવજોત સિંહ સિદ્ધુ તેમની કવિતા દ્વારા દ્રવિડને સલામ કરી હતી.
નવજોત સિંહ સિદ્ધુે ( Navjot Singh Sidhu ) સોશિયલ મીડિયા દ્વારા દ્રવિડના નિર્ણયની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ સુગંધ કોઈ પરફ્યુમની નથી પણ દ્રવિડના પાત્રની છે… સાથે જ સિદ્ધુએ ‘ઈતર સે કભિના કા મહકાના કોઈ બડી બાત નહીં હૈ, મઝા તો તબ હૈ જબ આપકે ક્રીદાર સે ખુશ્બૂ આયે’ આ શેરની પંક્તિઓ કહીને દ્રવિડની ( Rahul Dravid T20 ) ઉદારતાની પ્રશંસા કરી હતી.
The fragrance comes from his Character not a perfume …. #RahulDravid pic.twitter.com/M7hGvbTKfD
— Navjot Singh Sidhu (@sherryontopp) July 10, 2024
Rahul Dravid: બીસીસીઆઈ દ્વારા વર્લ્ડ કપ વિજેતા ટીમ માટે 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી…
બીસીસીઆઈ દ્વારા વર્લ્ડ કપ ( T20 World Cup Price Money ) વિજેતા ટીમ માટે 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. આ રકમ ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફના 42 સભ્યોમાં વહેંચવામાં આવશે. 125 કરોડ રૂપિયામાંથી ટીમના તમામ 15 સભ્યો અને કોચ રાહુલ દ્રવિડને 5-5 કરોડ રૂપિયા મળશે. જ્યારે કોચિંગ સ્ટાફના અન્ય સભ્યોને 2.5 કરોડ રૂપિયા મળશે. તો રાહુલ દ્રવિડના સપોર્ટીંગ સ્ટાફ વિક્રમ રાઠોડ, પારસ મ્હામ્બરે અને ટી. દિલીપનો પણ આમાં સમાવેશ થતો હતો.
આ સમાચાર પણ વાંચો : PM Modi Russia Visit: રશિયા માટે સૌથી નજીકનો મિત્ર કોણ છે ભારત કે ચીન? રશિયાએ દુનિયાને હવે બતાવી દીધુ.. જાણો વિગતે..
દરમિયાન, રાહુલ દ્રવિડે વર્લ્ડ કપ જીતવા બદલ વધારાનું બોનસ લેવાની ના પાડી દીધી છે. રાહુલ દ્રવિડે માગણી કરી હતી કે તેને અન્ય કોચિંગ સ્ટાફ જેટલી જ રકમ ચૂકવવામાં આવે. આનો અર્થ એ થયો કે રાહુલ દ્રવિડ તેને જે 5 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળશે તેમાંથી 2.5 કરોડ રૂપિયા લઈને ભાગ લેવા તૈયાર છે. તેથી હવે તેને કોચિંગ સ્ટાફના અન્ય સભ્યોની જેમ જ 2.5 કરોડ રૂપિયા જ મળશે.
કોને કેટલા રૂપિયા મળશે?
5 કરોડ પ્રત્યેક – 15 ખેલાડીઓ અને કોચ રાહુલ દ્રવિડ
પ્રત્યેક 2.5 કરોડ – કોચ (બેટિંગ, ફિલ્ડિંગ અને બોલિંગ)
પ્રત્યેક 2 કરોડ – ફિઝિયોથેરાપિસ્ટ, થ્રોડાઉન નિષ્ણાત, માલિશ અને કંડિશનિંગ
પ્રત્યેક 1 કરોડ – પસંદગીકારો અને અનામત ખેલાડીઓ
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)