IPL 2024: મારા વિશે શું, મારું તો આ છેલ્લું છે… રોહિત અને અભિષેક નાયરનો વીડિયો વાયરલ, શું મુંબઈ ઈન્ડિયન્સ છોડવાની તૈયારી કરી રહ્યો છે રોહિત શર્મા?

IPL 2024: શું રોહિત શર્મા મુંબઈ ઇન્ડિયન્સ છોડશે? આ શંકા તે સમયે લાગી હતી જ્યારે તેને સુકાની પદ પરથી હટાવવામાં આવ્યો હતો અને તો શું હવે તે KKR સાથે જોડાશે. જાણો વિગતે..

by Hiral Meria
Rohit and Abhishek Nair video goes viral, Is Rohit Sharma preparing to quit Mumbai Indians

News Continuous Bureau | Mumbai

IPL 2024: IPL 2024 ની સિઝન મુંબઈ ઈન્ડિયન્સ માટે બિલકુલ સારી રહી નથી. MI પાસે હજુ સિઝનમાં 2 મેચ બાકી છે, પરંતુ ટીમ પહેલેથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, IPL 2024 ની સિઝનની શરૂઆત પહેલા રોહિત શર્માને કેપ્ટન્સીથી હટાવીને હાર્દિક પંડ્યાને મુંબઈની જવાબદારી સોંપવામાં આવી હતી. આવી સ્થિતિમાં રોહિત શર્મા આગામી સિઝનમાં મેગા ઓક્શન માટે પોતાનું નામ ઉપલબ્ધ કરાવી શકશે કે કેમ તેવા સવાલો હાલ ઉઠી રહ્યા હતા. 

હવે સોશિયલ મીડિયા પર રોહિત શર્માનો ( Rohit Sharma ) એક વીડિયો વાયરલ ( Viral Video ) થઈ રહ્યો છે, જેમાં તે પૂર્વ ભારતીય ક્રિકેટર અભિષેક નાયર સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે. તેની વાત સાંભળ્યા બાદ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રોહિત શર્મા આગામી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સને છોડી રહ્યો છે. હાલ વિડીયો પરથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

  IPL 2024: સોશિયલ મીડિયા પર હાલ વાઈરલ થઈ રહેલા વીડિયોએ ધૂમ મચાવ્યો છે…

સોશિયલ મીડિયા પર હાલ વાઈરલ થઈ રહેલા વીડિયોએ ધૂમ મચાવ્યો છે, તેથી રોહિત શર્મા અને અભિષેક નાયર ( Abhishek Nayar  ) શું કહી રહ્યા છે તે સાંભળવું સરળ નથી. પરંતુ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રોહિતે નીચેની બાબતો કહી છે. રોહિતે કહ્યું, દરેક વસ્તુ બદલાઈ રહી છે. આ બધું મેનેજમેન્ટના હાથ પર છે, હું આ બધા પર ધ્યાન નથી આપતો. હું ક્યાંય જતો નથી, જે કંઈ છે તે મારુ છે ભાઈ. આ મંદિર મેં બનાવ્યું છે ભાઈ. તેથી આ મારી છેલ્લી સીઝન હશે.

આ સમાચાર પણ વાંચો: Andhra Pradesh: આંધ્રપ્રદેશમાં નોટોથી ભરેલો છોટા હાથી પલ્ટી ખાઈ જતા, 7 કરોડ રૂપિયા રસ્તા પર વેરાયા..

નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા એવા અહેવાલો સામે આવ્યા હતા કે રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રિત બુમરાહ સહિત ઘણા સિનિયર ખેલાડીઓ IPL 2024 પછી મુંબઈ ઈન્ડિયન્સ ( Mumbai Indians ) છોડી શકે છે. એવું પણ જાણવા મળ્યું હતું કે MI ટીમ મેનેજમેન્ટે ફ્રેન્ચાઇઝીના ભવિષ્યને લઈને શું નિર્ણય લેવા જોઈએ તે અંગે વ્યક્તિગત રીતે કેટલાક ખેલાડીઓ સાથે વાત પણ કરી છે. વર્તમાન સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા રોહિત શર્માએ 12 મેચમાં 330 રન બનાવ્યા હતા.

Join Our WhatsApp Community

You may also like